સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વાર ઓનલાઇન એજ્યુકેશન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામ માટે સન્માન હેતુથી યુથ – વિદ્યાકુલ દ્વારા આયોજિત “વિદ્યાર્થી સન્માન સમારોહ-૨૦૨૨”

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

2022માં ઉત્કૃષ્ટ સ્થાન મેળવી ગુજરાતના  ગૌરવ અપાવનાર સફળ વિદ્યાર્થીઓનું  વિદ્યાકુલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરુણ સૈની – વિદ્યાકુલના CEO,ડબલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સ્ટેટ લેવલ બેસ્ટ શિક્ષક: બલદેવ પરી,દેવસ્ય શાળાના ટ્રસ્ટી શ્રી ગોગનભાઈ સગર,ગુજરાતનાં સમાજ સેવક: નિતિન જાની (ખજૂરભાઈ),યુથ એજ્યુકેશનની સમગ્ર ટીમ,દિલ્લીથી વિદ્યાકુલની સમગ્ર ટીમ ઉપસ્થિત હતા.

સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વાર ઓનલાઇન એજ્યુકેશન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામ માટે સન્માન હેતુથી યુથ – વિદ્યાકુલ દ્વારા આયોજિત “વિદ્યાર્થી સન્માન સમારોહ-૨૦૨૨” નું આયોજન કરવામાં આવેલું છે. કુલ 500 વિધાર્થીઓને  સન્માનિત કરવામાં આવ્યું.

પુરસ્કાર સમારંભમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા તરુણ સૈની (સ્થાપક અને સીઈઓ – વિદ્યાકુલ) એ જણાવ્યું વિદ્યાકુલ એ એક ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે જે શિક્ષકોને ઓનલાઈન કોર્સ બનાવવા અને વિદ્યાર્થીઓને પોસાય તેવા ખર્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. જેમાં એપ, વેબસાઈટ અને યુટ્યુબ દ્વારા રાજ્ય બોર્ડના બાળકોને તેમની ભાષામાં લાઈવ ક્લાસ, નોટ્સ અને અસાઈનમેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમણે કહ્યું કે કોઈપણ વિદ્યાર્થી અમારી એપ વિદ્યાકુલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. આમાં વિદ્યાર્થીએ પોતાનો વર્ગ અને ભાષા પસંદ કરવાની હોય છે. આ પછી આખી એપ સ્ટુડન્ટના હિસાબે કસ્ટમાઈઝ કરવામાં આવશે. વિદ્યાકુલ પર 30 – 40 ટકા કન્ટેન્ટ ફ્રી છે, પરંતુ જો કોઈ વિદ્યાર્થીને લાઈવ ક્લાસ, ટેસ્ટ, નોટ્સ અને એસાઈનમેન્ટ સહિતની સંપૂર્ણ સામગ્રી જોઈતી હોય, તો તે દર મહિને રૂ. 250 ચૂકવીને આખા વર્ષ દરમિયાન ટ્યુશન લઈ શકે છે.

Share This Article