વિદ્યા બાલન તમિળ ફિલ્મોમાં એન્ટ્રી કરવા તૈયાર છે : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : હિન્દી ફિલ્મોમાં ધુમ મચાવી ચુકેલી વિદ્યા બાલન હવે તમિળ ફિલ્મોમાં પણ ધુમ મચાવવા માટે તૈયાર છે. જાણકાર લોકોના કહેવુ મુજબ તેની પાસે તમિળ ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. હવે વિદ્યા બાલન એક ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઇ ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ તે થોડાક સમય પહેલા રજૂ કરવામાં આવેલી હિન્દી ફિલ્મ પિન્કની તમિળ આવૃતિમાં કામ કરવા જઇ રહી છે. તમિળ રિમેક ફિલ્મ બનાવવાનો નિર્ણંય પહેલા જ કરવામાં આવ્યો હતો.

હિન્દી પિન્ક ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને તાપ્સી પન્નુએ ભૂમિકા અદા કરી હતી. હવે વિદ્યા બાલન તમિળ રિમેકમાં જાવા મળનાર છે. ફિલ્મનુ નામ હજુ નક્કી કરવામાં આવ્યુ નથી. જા કે ફિલ્મ નિર્માતા બોની કપુર આ ફિલ્મની સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં એન્ટ્રી કરી રહ્યા છે. એચ વિનોથ દ્વારા નિર્દેશત ફિલ્મ પિન્કની રીમેકમાં વિદ્યા બાલન અજિત કુમારની સાથે નજરે પડનાર છે. આનુ શુટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યુ છે. તેમનુ કહેવુ છે કે વિદ્યા બાલનને તમિળ ચાહકો સમક્ષ લઇ જવાની ખુશી છે. તે અજિતની સાથે ચમકી રહી છે. તેની ભૂમિકા ખાસ છે. શ્રદ્ધા શ્રીનાથને પણ પસંદ કરવામાં આવી છે. જે મોટી ભૂમિકા અદા કરનાર છે. વિદ્યા બાલન બોલિવુડની સુપર સ્ટાર અભિનેત્રી પૈકી એક છે.  તે પોતાની એક્ટિંગના કારણે શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ પણ કેટલીક વખત જીતી ચુકી છે.

ભારે ચર્ચા જગાવનાર  ડર્ટી પિક્ચર સહિતની કેટલીક યાદગાર ફિલ્મ તે કરી ચુકી છે. તે અમિતાભ બચ્ચનની સાથે પા ફિલ્મમાં પણ નજરે પડી હતી. ફિલ્મમાં તે અમિતાભ બચ્ચનની માની ભૂમિકામાં નજરે પડી હતી. ફિલ્મમાં અભિષેક બચ્ચને પણ શાનદાર ભૂમિકા અદા કરી હતી. વિદ્યા બાલને તમિળ ફિલ્મને લઇને હજુ સુધી કોઇ વાત કરી નથી.

Share This Article