વિધાનસભાના ઉંબરેથી પુસ્તકનું વિમોચન થશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી ખેડૂત આક્રોશ રેલી વિધાનસભા ઘેરાવ અંગે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરશે. બીજી બાજુ સંયુક્ત પત્રકાર પરિષદ વેળા જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ દોશી દ્વારા સંપાદિત વિધાનસભાના ઉંબરેથી પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.

સવારે ૧૧.૩૦ વાગે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકમાં સરકારની ખામીઓને પુસ્તકમાં ઉજાગર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૦૦૭થી ૨૦૧૩ સુધી ગુજરાતને અન્યાયની વાત સામે કોંગ્રેસ ૨૦૧૪થી ૨૦૧૮ સુધીની મોદી સરકારે અને ભાજપે ગુજરાતને કરેલા અન્યાયનો પણ ઉલ્લેખ કરાયો છે. ઉપરાંત રાજ્યોના વિવિધ વિભાગોની સચોટ માહિતી પણ આપવામાં આવી છે.

Share This Article