અન્ય એક ઐતિહાસિક ઉપલબ્ધિના રૂપમાં ભારતની મુંબઇના વિક્ટોરિયન ગોથિક તથા આર્ટ ડેકો ઇંસેબલ્સને યબનેસ્કોની વર્લ્ડ હેરિટેજ પ્રોપર્ટીની યાદીમાં સમાવેશ કરવામાં આવી. આ નિર્ણય આજે બહેરિનના મનામામાં યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટિના ૪૨માં સત્રમાં લેવામાં આવ્યો. કમિટિ દ્વારા ભારતના ઇંસેબલ્સનું નવું નામ મુંબઇના વિક્ટોરિયન ગોથિક તથા આર્ટ ડેકો ઇંસેબલ્સ સ્વીકાર કરી લીધુ.
મુંબઇના વિક્ટોરિયન ગોથિક તથા આર્ટ ડેકો ઇંસેબલ્સનો ભાગ રાજાબાઇ ક્લોક ટાવર
ભારત માપદંડ (૨) તથા (૪) અંતર્ગત જેમ કે યૂનેસ્કોના સંચાલિત દિશાનિર્દેશોમાં નિર્ધારિત કરવામાં આવેલ મુંબઇના વિક્ટોરિયન ગોથિક તથા આર્ટ ડેકો ઇંસેબલ્સ વર્લ્ડ હેરિટેજ પ્રોપર્ટીની યાદીમાં અંકિત કરવામાં સફળ રહી છે.
તેથી મુંબઇ સિટી અમદાવાદ બાદ ભારતમાં બીજું એવું શહેર બની ગયું છે જે યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ પ્રોપર્ટીની યાદીમાં અંકિત છે.
આ ઐતિહાસિક ક્ષણ પર કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડો. મેહશ શર્માએ મુંબઇના રહેવાસીઓ અને પૂરા દેશને આ ઐતિહાસિક ઉપલબ્ધિ ઉપલબ્ધિ પર અભિનંદન આપ્યા છે.
વિક્ટોરિયન ગોથિક તથા આર્ટ ઇંસેબલના ભાગના રૂપમાં મુંબઇ વિશ્વવિદ્યાલય
આ ઇંસેમ્બલ બે વાસ્તુશિલ્પીય શૈલિયો, ૧૯મી સદીની વિક્ટોરિયન સંરચનાઓના સંગ્રહ તથા સમુદ્ર તટની સાથે ૨૦મી સદીના આર્ટ ડેકો ભવનોથી નિર્મિત છે.
આ ઇંસેમ્બલ મુખ્ય રૂપથી ૧૯મી સદીના મુંબઇના વિક્ટોરિયન ગોથિક પુર્નજાગરણના ભવનો તથા ૨૦મી સદીના આરંભની આર્ટ ડેકો શૈલીની વાસ્તુશિલ્પથી નિર્મિત છે જેના મધ્યમાં ઓવલ મેદાન છે.
આ ઉપરાંત, દેશના ૪૨ સ્થળ વર્લ્ડ હેરિટેજની પ્રાયોગિક યાદીમાં છે અને સંસક્તિ મંત્રાલય દરેક વર્ષે યૂનેસ્કોને નામાંકન માટે એક સંપત્તિની ભલામણ કરે છે.