મુંબઇ : વિકી કૌશલ અને યામી ગૌતમની ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક બોક્સ ઓફિસ પર સતત સફળતા હાંસલ કરી રહી છે. કમાણીના મામલે આદિત્ય ઘર દ્વારા નિર્દેિશત આ ફિલ્મ શાનદાર કમાણી કરી રહી છે. પ્રથમ સોમવારના દિવસે ફિલ્મને જંગી આવક થઇ હતી. ફિલ્મે પ્રતમ ચાર દિવસના ગાળામાં જ આશરે ૪૫ કરોડની રેકોર્ડ કમાણી કરી લીધી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ઉરી ફિલ્મ જે દિવસે રજૂ થઇ ત્યારે જ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર આધારિત ફિલ્મ છે. જા કે ઉરી ફિલ્મને ચાહકો મનમોહન સિંહ કરતા સારી ફિલ્મ તરીકે પસંદ કરી રહ્યા છે. આ બાબતની સાબિતી ફિલ્મની કમાણી પણ આપે છે. મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉરીની ઓપનિંગ ડે પર કમાણી ૮.૨૫ કરોડ રૂપિયા રહી હતી.
જ્યારે શનિવારના દિવસે ફિલ્મે ૧૨.૨૫ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. સોમવારના દિવસે પણ ફિલ્મે જંગી કમાણી કરી હતી. રવિવારના દિવસે ફિલ્મે ૧૫ કરોડની જંગી કમાણી કરી લીધી હતી. સોમવારે ફિલ્મે ૧૦.૨૫ કરોડની આવક મેળવી લીધી હતી. કુલ મળીને ફિલ્મે ચાર દિવસના ગાળામાં જ ૪૫.૭૫ કરોડની જંગી કમાણી કરી હતી. ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરની વાત કરવામાં આવે તો આ ફિલ્મે ચાર દિવસમાં માત્ર ચાર કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ યુપીએ સરકારના પતનને દર્શાવે છે.
જેમાં ટુજી કોંભાડનો સમાવેશ થાય છે. ઉરી ફિલ્મ સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત છે. ભારતીય સેનાએ એલઓસી પાર કરીને ભારતીય સેનાએ પાકિસ્તાનમાં હુમલો કર્યો હતો. ઉરી હુમલાનો બદલો લેવામાં આવ્યો હતો. ઉરી હુમલામાં અનેક જવાનો શહીદ થયા હતા. યંગ ડાયરેક્ટર આદિત્ય ધરની પ્રશંસા કરી શકાય છે. આ ફિલ્મ છેલ્લે સુધી ચાહકોને બાંધીને રાખવામાં સફળ રહી છે. ફિલ્મ સુપરહિટ સાબિત થઇ છે.