યૂપીના બદાયૂં જિલ્લાના રહેવાસી વિભુ ઉપાધ્યાયે નીટ પરીક્ષામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. દરરોજ ગંગા આરતી કરનારા વિભુએ પહેલા પ્રયાસમાં જ ૭૨૦માંથી ૬૨૨ માર્ક્સ લાવ્યો છે. વિભુને ૬૨૨માં રેન્ક મળ્યો છે. વિભુએ તેનો શ્રેય ગંગા મૈયાને આપ્યો છે. આપને જણાવી દઈએ કે, ૧૫ જાન્યુઆરી ૨૦૧૯ના કછલા ગંગા ઘાટ પર નિયમિત ગંગા આરતીની શરુઆત થઈ હતી અને ત્યારથી વિભુ દરરોજ અહીં ગંગા આરતી કરતો હતો. જાન્યુઆરી ૨૦૧૯માં તે સમયે તત્કાલિન ડીએમ દિનેશ કુમાર સિંહે બદાયૂના કછલા ગંગા ઘાટ પર બનારસની માફક દરરોજ ગંગા આરતી કરવાનો પ્રણ લીધો હતો. તેમના પ્રણ બાદ બદાયૂંમાં બનારસની માફક ગંગા ઘાટ પર નિયમિત આરતી શરુ થઈ હતી.
ગંગા આરતી માટે બ્રાહ્મણ અર્ચકોની જરુર હતી, તે સમયે વિક્ષુએ તેના માટે આગળ આવ્યો. માતા પિતાની પરવાનગી લીધી અને ભણવાની સાથે સાથે દરરોજ આરતી પણ શરુ કરી દીધી. ત્યાર બાદ વિભુએ ૧ વર્ષ પહેલા બદાંયૂ છોડીને કોટામાં નીટની પરીક્ષા માટે કોચિંગ જોઈન કર્યું અને ત્યાં અભ્યાસ શરુ કરી દીધો. પોતાની મહેનત અને મા ગંગાના આશીર્વાદના કારણે હવે તેણે નીટ પરીક્ષા પાસ કરી લીધી છે. વિભુ ઉપાધ્યાયે તેનો સમગ્ર શ્રેય પૂર્વ ડીએમ દિનેશ કુમાર સિંહની સાથે સાથે પોતાના માતા-પિતા અને ગંગા મૈયાને આપ્યો છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તેની તૈયારી કરી રહ્યો હતો. વિભુએ કહ્યું કે, જ્યારે પણ તેને સમય મળશે, તે ફરી ગંગા આરતીમાં જોડાઈ જશે. તો વળી વિક્ષુની આ સફળતા બાદ સમગ્ર પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. સૌ કોઈ તેને ગંગા મૈયાના આશીર્વાદ માની રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેને લઈને અલગ અલગ પોસ્ટ નાખી રહ્યા છે.