વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુઓનો અત્યાર સુધીનો રકોર્ડ તૂટ્યો છે. ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ સમિટનું સમાપન થઇ ચૂક્યું છે. ત્યારે સમિટમાં થયેલા રોકાણના આંકડા સામે આવ્યા છે. જેમાં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જાન્યુઆરી ૨૦૨૪માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની આ ૧૦મી આવૃત્તિમાં રેકોર્ડબ્રેક MOU થયા છે. ગુજરાતે રૂ.૪૫ લાખ કરોડથી વધુના રોકાણ માટે કુલ ૯૮,૫૪૦ પ્રોજેક્ટ માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે MOU કરીને આ જાણકારી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪એ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ ૨૦૨૨માં કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવેલી વાઈબ્રન્ટ સમિટમાં ૫૭, ૨૪૧ પ્રોજેક્ટ્સમાં ૧૮.૮૭ લાખ કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તો જાન્યુઆરી ૨૦૨૪માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની આ ૧૦મી આવૃત્તિમાં ૪૧,૨૯૯ પ્રોજેક્ટ્સમાં રૂ. ૨૬.૩૩ લાખ કરોડના રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ રીતે ગુજરાતે રૂ. ૪૫ લાખ કરોડથી વધુના રોકાણ માટે કુલ ૯૮,૫૪૦ પ્રોજેક્ટ માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.