વીએફએસ ગ્લોબલે અમદાવાદમાં અમુક અનધિકૃત બાયોમેટ્રિક નોંધણીના કેસો પકડી પાડ્યા છે. વિવિધ દેશોની સરકાર અને રાજદ્વારી મિશન માટે વિશ્વના સૌથી મોટા આઉટસોર્સિંગ અને ટેક્નોલોજી સેવાઓના નિષ્ણાત વીએફએસએ આરોપીઓ સામે પોલીસ તપાસ શરૂ કરાવી હતી જેમાં સ્થાનિક ટ્રાવેલ એજન્ટ અને કેટલાક કર્મચારીઓ સંડોવાયેલ છે અને તપાસ બાકી હોવા છતાં અમુક કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસ મુજબ, ટ્રાવેલ એજન્ટે પૈસાના બદલામાં અનધિકૃત બાયોમેટ્રિક એપોઇન્ટમેન્ટની સુવિધા આપવા માટે આરોપીઓના જૂથનો સંપર્ક કર્યો હતો. એજન્ટે તાત્કાલિક એપોઇન્ટમેન્ટ મેળવવાની ઈચ્છા રાખતા અને આ બાબતથી અજાણ વિઝા અરજદારો પાસેથી આરોપ મુજબ પૈસા લીધા હતા.
“ભારતથી વિદેશ જવાની વધતી માંગનો લાભ લેતા ગ્રે ઓપરેટરોનો શિકાર બનેલા અજાણ વિઝા અરજદારોની આ બીજી ઘટના છે. આમે અમારા ગ્રાહકોના શ્રેષ્ઠ હિતમાં, આ જોખમ વિશે વિઝા અરજદારોને સાવચેત કરવા માટે વીએફએસ ગ્લોબલ તેના તમામ ગ્રાહકો સુધી પહોંચવાનું પ્રયાસ કરી રહ્યું છે અને હું ફરી એક્વાર કહું છું કે વિઝા એપોઇન્ટમેન્ટ મફત અને વહેલા તે પહેલાના ધોરણે ઉપલબ્ધ છે. અમે વિઝા અરજદારોને વધુ પૈસા ચૂકવીને, તેના બદલામાં એપોઇન્ટમેન્ટ અથવા વિઝા વેચતા ગ્રે ઓપરેટરોથી સાવચેત રહેવા માટે વિનંતી કરીએ છીએ,” વીએફએસ ગ્લોબલના મુખ્ય સંચાલક અધિકારી, પ્રબુદ્ધ સેને જણાવ્યું હતું.
સેને આગળ કહ્યું, “વીએફએસ ગ્લોબલની ઝીરો-ટોલરન્સ નીતિને અનુરૂપ, અમે અમારા સ્ટાફ સામે યોગ્ય પગલાં લીધા છે, અને આ જોખમને ઘટાડવા માટે અમે અમલીકરણ અધિકારીઓની સાથે મળીને કામ કરી રહ્યા છીએ.”
ભીડ હોય ત્યારે યાત્રા કરવા માટેની માર્ગદર્શિકા
#DoNotFallForFraud
વિઝા અરજદારોને એ છેતરપિંડી કરનાર સંસ્થાઓથી સચેત રહેવાની સલાહ આપવામાં આવે છે કે જે વીએફએસ ગ્લોબલના નામનો ઉપયોગ કરીને અથવા સ્વતંત્ર રીતે એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા અથવા અન્ય કોઈપણ સેવાઓ પ્રદાન કરવા માટે ગ્રાહકો પાસેથી ફી વસૂલ કરે છે. એપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરવા માટે અમે કોઈપણ શુલ્ક વસુલતા નથી. કોઈપણ સહાયતા માટે, અમારા સ્ટાફમાંથી કોઈપણનો નિઃસંકોચપણે સંપર્ક કરો અથવા [email protected] પર ઇમેઇલમોકલો. તમને અમારી અધિકૃત વેબસાઇટ, https://www.vfsglobal.com/en/individuals/index.html પર આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.
#AppynAdvance
ફ્લાઇટ અને હોટેલ બુકિંગ માટે વહેલી તકે વિઝા માટે અરજી કરવાની ભલામણ કરવામાં આવે છે. મોટાભાગના દેશો તમારી યાત્રાની તારીખના 90 દિવસ (3 મહિના) પહેલા વિઝા અરજીઓ સ્વીકારે છે. 09મી ફેબ્રુઆરી 2020થી અમલી બનેલા, સુધારેલા શેંગેન વિઝા કોડ મુજબ, તમે તમારી યાત્રા તારીખના 6 મહિના પહેલા સુધી શેંગેન વિઝા માટે અરજી કરી શકો છો. ખાસ કરીને આ વર્ષે વધુ માંગ અને મર્યાદિત એપોઇન્ટમેન્ટ સ્લોટ ઉપલબ્ધ હોવાથી, અમે અરજદારોને તેમના વિઝા માટે શક્ય તેટલી વહેલી તકે અરજી કરવા વિનંતી કરીએ છીએ.