સલૌન : કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાઢેરાએ આજે પરિણામ આવે તે પહેલા જ નિરાશાજનક નિવેદન કાર્યકરો માટે કરીને કેટલાક સંકેત આપ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં જ્યાં અમારા ઉમેદવાર કમજાર રહેલા છે ત્યાં ઉમેદવારો ઉત્તરપ્રદેશના ગઠબંધનના મતને કાપસે નહીં પરંતુ ભાજપને નુકસાન કરશે.
ઉત્તરપ્રદેશમાં સપા અને બસપા ગઠબંધનના મત કોંગ્રેસ કાપશે નહીં કારણ કે, પાર્ટીએ જીત મેળવી શકે તેવા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે અથવા તો ભાજપની તકોને ઘટાડે તેવા ઉમેદવાર ઉતાર્યા છે. ઉત્તરપ્રદેશમાં પાર્ટીની સ્થિતિ કેટલીક જગ્યાએ નબળી દેખાઈ રહી છે. પ્રિયંકા અમેઠીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મિડિયા સાથે વાતચીત કરી રહી હતી. સમાજવાદ પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે પરંતુ કોંગ્રેસને ગઠબંધનમાં તક આપવામાં આવી નથી. રાજકીય પક્ષોના કહેવા મુજબ ભાજપ વિરોધ મત કોંગ્રેસ અને યુપી ગઠબંધનમાં વિભાજિત થશે જેનો સીધો ફાયદો ભાજપને થશે. પ્રિયંકાએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં કમજાર છે. અમને અહીં મજબૂત થવાની જરૂર છે. આના માટે જ કામ કરવામાં આવી રહ્યું છે.