નવા અને ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ આપવા માટે જાણીતી વર્ચ્યુયલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા “મ્યુઝિકલ રશ” નામની EMD ડી.જે. પાર્ટી પહેલીવાર શહેરમાં યોજાઈ હતી. Dj Dexter કે મુંબઈમાં રહીને EDM Djની ટ્રેનિંગ પણ મેળવી ચુક્યા છે મુંબઈના યંગસ્ટર્સને ડી.જે.ની મજા કરાવી ચુકેલા Dj Dexter પ્રથમવાર મ્યુઝિકલ રશ નામની ડી.જે. પાર્ટી ધમાકેદાર પરફોર્મ કર્યું હતું. જ્યાં અમદાવાદીઓને વર્ચ્યુયલ એન્ટરટેઈનમેન્ટના પ્લેટફોર્મ પરથી ફ્રી પાસ જે લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે તેમને જ મળ્યા હતા. જે માટે ૪૦૦થી વધારે લોકોએ ભાગ લીધો હતો. “મ્યુઝિકલ રશ” ડી.જે. પાર્ટી સિંધુ ભવન રોડ ખાતે આવેલા Med Rush વેન્યુ પર ૬ એપ્રિલના રોજ સાંજે સાત વાગ્યે ઉત્સાહભેર યોજવામાં આવી હતી.
આ અંગે જણાવતા વર્ચ્યુયલ એન્ટરટેઈનમેન્ટ ના મેનેજિંગ પાર્ટનર શ્રી.નિગમ શાહે કહ્યું કે હું, શ્રી.દિવ્યેશ મહેતા અને શ્રી.સુગમ શાહ અમો ત્રણેય મળીને વર્ચ્યુયલ એન્ટરટેઈનમેન્ટ નામની પાર્ટનરશિપ ફર્મ ઉભી કરી છે. અમે અત્યાર સુધી કલાકારોને નવું પ્લેટફોર્મ મળે અને દર્શકોને નવા ટેલેન્ટેડ કલાકારો મળે તે હેતુથી કામ કરતા આવ્યા છીએ. જેમાં આ વખતે પણ અમે નવા જ મુંબઈ બેઝ ડી.જે. કન્સેપ્ટ સાથે શહેરમાં Dj Dexter લઈને આવ્યા હતા, જે અમદાવાદી જ છે. જ્યાં અમદાવાદના યંગસ્ટર્સને આ ડી.જે.ના હોલિવૂડ, બોલિવૂડના જાણીતા રીમેક્સ સોન્ગ સાથે ડાન્સ કરવાનો મોકો પણ મળ્યો હતો.
Dj Dexter એ કહ્યું કે, મેં મુંબઈમાં રહીને ટ્રેનિંગ લીધી છે આ સિવાય ડીપ્લોમાં ઈન મ્યુઝિક પ્રોડક્શન, ડીપ્લોમા ઈન ડી.જે.નો કોર્સ ની પણ ટ્રેનિંગ મેળવી છે. જે બાદ શહેરીજનોને એક નવો જ પ્રકારનો મ્યુઝિકનો અહેસાસ કરાવ્યો હતો.
વર્ચ્યુયલ એન્ટરટેઈનમેન્ટ વિશે એન્ટરટેઈનમેન્ટ ના ક્ષેત્રમાં ગુજરાતી ફિલ્મ મિશન મમ્મી, ગુજરાતી નાટક કોડ મંત્ર, પંડિત હરીહરન અને ઉસ્તાદ ઝાકિર હુસૈનનો કોન્સર્ટ કે જેનું નામ “હાઝીર-૨“ છે. તે આ વર્ચ્યુયલ એન્ટરટેઈનમેન્ટ હેઠળ શક્ય બન્યું છે. આ સાથે આ વર્ચ્યુઅલ એન્ટરટેઇન્મેન્ટ આ પ્રકારના જાણીતા પ્રોગ્રામ તેમજ અનેક નવા કલાકારોને આવા પ્રોગ્રામ દ્વારા નવું જ પ્લેટફોર્મ પુરુ પાડે છે. આટલા નાના સમયમાં એન્ટરટેઇન્મેન્ટ ના ક્ષેત્ર માં વર્ચ્યુયલ એન્ટરટેઈનમેન્ટે ઘણી મોટી સિદ્ધી હાંસલ કરેલ છે.