પાકિસ્તાન ભારતીય ફિલ્મને બેન કરવા માટેના બહાના શોધતું હોય છે. નાની બાબતોને કારણે ફિલમને બેન કરી દેવામાં આવે છે. હાલમાં જ વિરેદી વેડિંગને પાકિસ્તાનમાં બેન કરવામાં આવી છે. અભદ્ર ભાષા અને અભદ્ર ડાયલોગને લીધે બેન કરવામાં આવી હોવાન કહેવાઇ રહ્યું છે. જ્યારે પાકિસ્તાની સેંસર બોર્ડના મેમ્બર્સે આ ફિલ્મ જોઇ ત્યારે જ તેને બેન કરી દેવામાં આવી હતી.
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન ભારતીય ફિલ્મોને બેન કરી દે છે. આલિયા ભટ્ટની ફિલ્મ રાઝીને પણ પાકિસ્તાનમાં રિલીઝ થવા દેવામાં આવી નહોતી. કારણકે, તેની વાર્તા આ ફિલ્મના બેન માટેનું કારણ બની. રાઝીમાં આલિયાને એક જમ્મુ-કશ્મીરની છોકરી બતાવવામાં આવી છે. જે 1971ના યુદ્ધ વખતે પાકિસ્તાનમાં જાસૂસ બનીને જાય છે. પાકિસ્તાન આ વાતને પચાવી શક્યું નહી અને ફિલ્મને બેન કરી દેવામાં આવી.
નામ શબાના, એજન્ટ વિનોદ, ફેંટમ, વગેરે ફિલ્મોને પણ બેન કરવામાં આવી હતી. એક થા ટાઇગર અને ટાઇગર ઝીંદા હૈ ફિલ્મ બંને દેશો વચ્ચે પ્રેમ દર્શાવે છે, તેમ છતાં પાકિસ્તાનમાં આ ફિલ્મોને બેન કરવામાં આવી હતી.
જોલી એલ, એલ.બી-2, એમ.એસ.ધોની, રાંજણા, તેરેબિન લાદેન અને હવે રેસ-3ને પણ બેન કરવામાં આવી છે. પાકિસ્તાનમાં આમ જોવા જઇએ તો દરેક ભારતીય ફિલ્મ બેન કરવામાં આવી રહી છે.