વેદાંત ઈન્ટરનેશનલ પ્રિસ્કુલ સાઉથ બોપલ અને શીલજ ઘ્વારા , તાજેતરમાં એક અનોખું કોમિક-કોન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં બાળકોની સાથે સાથે તેમના માતા-પિતાએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો .આ કાર્યક્રમમાં બાળકો સુપરમેન ,સ્પાઈડરમેન,ડોરેમોન, છોટા ભીમ જેવા અનેક કોમિક કેરેક્ટરના પોશાકમાં જોવા મળ્યા હતા. બાળકોની સાથે સાથે તેમના માતા પિતા પણ એટલાજ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. વાલી ઘ્વારા સુપર વુમન , ચાર્લી ચેપ્લિન,પરી જેવા પોશાકમાં જોવા મળ્યા હતા.તેમના કેહવા પ્રમાણે આ એક્ટિવિટી દરિમયાન તેમને પણ તેમના બાળપણના દિવસો યાદ આવી ગયા. તેમના બાળકો પણ પોતાના ફેવરિટ કેરેક્ટર બનીને ખુબજ આનંદ વ્યક્ત કર્યો હતો.

આ પ્રોગામ દરિમયાન બાળકો માટે ખાસ ટેટૂ કોર્નર, નેઇલ આર્ટ , ગેમીંગ ઝોન , બંજી જમ્પિંગ ,ફૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ પોતાના માતા પિતા સાથે ડાન્સમાં પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વાલીના કહેવા મુજબ સ્કૂલ ની આવી એક્ટિવિટી દ્વારા તેમના બાળકોમાં ખુબજ પોઝિટિવ બદલાવ આવતો હોય છે. તેમના બાળકો માટે સ્કુલમા આવું ખુબજ ગમતું હોય છે. સ્કૂલની કામગીરી ખુબજ પ્રશંશનીય છે.

સ્કૂલના પ્રિન્સિપાલ એ જણાવ્યું હતું કે, વેદાંત હંમેશા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપતું રહ્યું છે. સ્કૂલમાં દરેક વાર-તહેવારએ અલગ અલગ એક્ટિવિટીનું આયોજન થતું રહેતું હોય છે. જેથી તેઓ સ્કૂલમાં ખુબજ આનંદ અનુભવે છે.