દિલ્હી :તમામ ખંડોમાં કલા, સંસ્કૃતિ અને નવીનતાને જોડતી એક મહત્વપૂર્ણ પહેલમાં વેદાંતા ગ્રુપના સ્થાપક અને ચેરમેન અનિલ અગ્રવાલ આઇકોનિક રિવરસાઇડ સ્ટુડિયોની આગેવાની કરશે લંડનના કેન્દ્રમાં થેમ્સ નદીના ઉત્તર કિનારે આવેલા અને કળા માટેના જાણીતા વૈશ્વિક કેન્દ્ર એવો 100 વર્ષ જૂનો સ્ટુડિયો હવે અનિલ અગ્રવાલ રિવરસાઇડ સ્ટુડિયો ટ્રસ્ટના નામ હેઠળ કામ કરશે. તેના ગૌરવશાળી ઇતિહાસમાં રિવરસાઇડ સ્ટુડિયોએ બીટલ્સના સોંગ રેકોર્ડિંગ્સ, ડેવિડ બોવીના પર્ફોર્મન્સ, ડેરિઓ ફૉના પ્રેઝન્ટેડ વર્ક અને ડેવલ હોકનીના એક્ઝિબિટેડ વર્ક સાથે વિશ્વભરના પ્રતિષ્ઠિત કલાકારોની યજમાની કરી છે.
આ પ્રવેશ રચનાત્મકતાને તથા વૈશ્વિક સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે શ્રી અગ્રવાલની વ્યક્તિગત પ્રતિબદ્ધતા દર્શાવે છે. #ArtInEveryHeart પહેલ પર કેન્દ્રિત તેમનું વિઝન કલાને વૈશ્વિક સ્તરે સુલભ બનાવવાનું અને ભારત તથા વિશ્વ વચ્ચે સમૃદ્ધ સાંસ્કૃતિક જોડાણ પર ભાર મૂકવાનું છે. રિવરસાઇડ સ્ટુડિયો સાથે અગ્રવાલ એવા સ્થળોનું જતન કરવા માંગે છે જ્યાં નવીનતા અને સાંસ્કૃતિક વિવિધતા સાથે ફૂલેફાલે અને કલાત્મક અભિવ્યક્તિ માટે એક એવું ગતિશીલ કેન્દ્ર ઊભું થાય જે વૈશ્વિક સીમાડાને જોડે.
કલા અને સંસ્કૃતિના પાયાના પથ્થર તરીકે રિવરસાઇડ સ્ટુડિયોઝ કલાત્મક ઉત્કૃષ્ટતા અને સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતીક બની ગયો છે. આજે આ સ્ટુડિયો થિયેટર્સ, પર્ફોર્મન્સ સ્પેસીસ, રેકોર્ડિંગ સ્ટુડિયોઝ, એક્ઝિબિશન સ્પેસીસ અને ઉત્કૃષ્ટ કેફે સાથે સિનેમાનું ગૌરવશાળી યજમાન છે.
મને હંમેશા લાગ્યું છે કે કલામાં સીમાડા પાર કરવાની, લોકોને એક કરવાની અને માનવીય અનુભવ વધારવાની તાકાત રહેલી છે. રિવરસાઇડ સ્ટુડિયોઝ ભારતીય અને વૈશ્વિક કલા તથા સંસ્કૃતિ દર્શાવવા માટેનું અગ્રણી ગ્લોબલ ડેસ્ટિનેશન બનશે. હું ભારતીય કલાકારો અને ફિલ્મ સમુદાયને એક અનોખા સમૃદ્ધ અનુભવ માટે આ વિશ્વવિખ્યાત સ્થળે તેમની કલાત્મક પ્રતિભા અને સિનેમાની ગહનતા રજૂ કરવા આમંત્રિત કરું છું. વિવિધ ક્ષેત્રોના ગ્લોબલ લીડર્સને હવે તેમના વાસ્તવિક જીવનના અનુભવો અને સફરથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવાની અહીં તક મળે છે. આ ઇમર્સિવ પર્ફોર્મન્સ, એક્ઝિબિશન અને સિનેમેટિક શૉકેસ સાથે સ્ટુડિયો વૈવિધ્યપૂર્ણ વારસાની ઉજવણી કરશે અને વિશ્વભરના વર્લ્ડ-ક્લાસ પ્રોડક્શન્સની યજમાની કરવાનું ચાલુ રાખશે. હું એક એવા સ્થળના નિર્માણ માટે આતુર છું જે ન કેવળ રચનાત્મકતાનું જતન કરે પરંતુ સામાજિક પરિવર્તન માટે પ્રેરણા પણ આપે, એમ વેદાંતા ગ્રુપના સ્થાપક અને ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું હતું.
શ્રી અગ્રવાલે હંમેશા પરોપકારી કાર્યોને સાંસ્કૃતિક વૃદ્ધિ સાથે જોડે તેવી અર્થપૂર્ણ પહેલને સમર્થન આપ્યું છે. ભારતીય કલા અને સંસ્કૃતિના પ્રખર સમર્થક તરીકે, તેમણે યુકેમાં ઘણા ભારતીય આધ્યાત્મિક ગુરૂઓ, કલાકારો અને સાંસ્કૃતિક ફાઉન્ડેશનોનું સ્વાગત અને યજમાની કરી છે. તેમના પ્રયાસોએ મન, શરીર અને આત્મ પર ધ્યાન કેન્દ્રિત કરતી ભારતની કલા અને આધ્યાત્મિકતાની સમૃદ્ધ પરંપરાઓને વૈશ્વિક પ્રેક્ષકો સુધી લાવવામાં મદદ કરી છે જેનાથી ભારત અને વિશ્વ વચ્ચે સેતુ બંધાયો છે.
અનિલ અગ્રવાલ રિવરસાઇડ સ્ટુડિયો ટ્રસ્ટ એક પ્રકારનું સાંસ્કૃતિક કેન્દ્ર હશે જ્યાં મુલાકાતીઓ વિશ્વ-કક્ષાના થિયેટર પ્રોડક્શન્સથી લઈને અગ્રણી આર્ટ ગેલેરીઓ અને મનમોહક સિનેમા સ્ક્રીનિંગ્સથી લઈને સમકાલિન કલા પ્રદર્શનો, લાઇવ પર્ફોર્મન્સીસથી માંડીને ટેડ ટોક્સ હૉસ્ટ કરવા સુધીના વિવિધ કાર્યક્રમોનો રસ માણી શકે છે. અત્યાધુનિક સુવિધાઓ સાથે, તે વૈશ્વિક મનોરંજન ઉદ્યોગના અગ્રણીઓને આકર્ષિત કરશે તથા ભારતીય, બ્રિટિશ અને અન્ય આંતરરાષ્ટ્રીય સર્જકોને તેમના કામનું પ્રદર્શન કરવાની તકો ઊભી કરશે.
આ સીમાચિહ્ન ભારત માટે ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે દેશના સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર્સમાંના એક વૈશ્વિક કલા વિશ્વમાં અગ્રણી ભૂમિકા ભજવે છે. #ArtInEveryHeart પહેલ એ બહુવિધ સાંસ્કૃતિક સહાનુભૂતિ અને સમજણ કેળવવા માટે કલાનો ઉપયોગ કરવાના શ્રી અગ્રવાલના વિઝનનો પુરાવો છે. રિવરસાઇડ સ્ટુડિયોનું ટેકઓવર વૈશ્વિક સાંસ્કૃતિક ક્ષેત્રે ભારતના વધતા પ્રભાવને દર્શાવે છે, કારણ કે ભારતીય સાહસિકો વિશ્વ મંચ પર કલાત્મક સંવાદોમાં યોગદાન આપે છે. આ વ્યૂહાત્મક પગલું શ્રી અગ્રવાલની એ માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે કલા એક સાર્વત્રિક ભાષા છે, જે વ્યક્તિઓને સરહદો અને સંસ્કૃતિઓથી જોડે છે. આ ઐતિહાસિક ક્ષણને ચિહ્નિત કરવા માટે, રિવરસાઇડ સ્ટુડિયો 2025માં એક ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરશે, જે વિશ્વભરના કલાકારો, પર્ફોર્મર્સ, ઉદ્યોગના અગ્રણીઓ અને કલા ઉત્સાહીઓને એકસાથે લાવશે. ફિઝિકલ ઇવેન્ટ્સ ઉપરાંત, ટ્રસ્ટ સ્થળની પહોંચ અને અસરને વિસ્તૃત કરવા માટે વિવિધ ડિજિટલ અને હાઇબ્રિડ આર્ટ ઇવેન્ટ્સ યોજશે.