વાસ્તુશાસ્ત્ર એક વિશાળ તથા પ્રાચીન વૈજ્ઞાનિક જીવનશૈલી છે. વાસ્તુ શબ્દ “વસ” શબ્દ ઉપરથી લેવાયો છે જેનો અર્થ “વાસ કરવું” થાય છે. વાસ્તુશાસ્ત્ર એક ચમત્કારિક, ગોપનીય બ્રહ્મવિદ્યા છે. વાસ્તુશાસ્ત્ર વિશે ઉંડી સમજ, જાણકારી અને બહુ ઉપયોગી માર્ગદર્શન અને તમામ સમસ્યાના નિવારણ હેતુ વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત અને વિખ્યાત મહાવાસ્તુ જાણકાર ખુશદીપ બંસલની શિષ્યા પ્રામાણિતા આચાર્યા તનુશ્રી કપ્ટા દ્વારા સુરત ખાતે તા.૪ અને ૫ ઓગસ્ટ દરમ્યાન બે દિવસીય વાસ્તુ જ્ઞાનગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વાસ્તુશાસ્ત્ર એ અર્થવેદના પ્રાયોગિક પક્ષોનું તાત્વિક દર્શન કરાવે છે.
વાસ્તુના માધ્યમથી પોતાના સુંદર જીવનના સપનાં સાકાર કરવા માટે તેમજ ઉદ્યોગ, વેપાર, ધંધામાં આર્થિક પ્રગતિ સફળતા, સમૃદ્ધિ અને ઘર તેમજ પારિવારિક જીવનમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ અને પ્રગતિ રહે તે માટે વાસ્તુશાસ્ત્રના પ્રખર જ્ઞાની અને વિખ્યાત મહાવાસ્તુ જાણકાર ખુશદીપ બંસલની શિષ્યા પ્રામાણિતા આચાર્યા તનુશ્રી કપ્ટા દ્વારા વાસ્તુ ફાઉન્ડેશન કોર્સના સાનિધ્યમાં સુરત ખાતે તા.૪ અને ૫ ઓગસ્ટ દરમ્યાન બે દિવસીય વાસ્તુ જ્ઞાનગોષ્ઠિ માર્ગદર્શન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં હોટલ ઓરેંજ ઈન્ટરનેશનલ, સુરત રેલ્વે સ્ટેશન વિસ્તાર પાસે, મોહન મિઠાઈ મેઈન રોડ ખાતે આ વાસ્તુ જ્ઞાનગોષ્ઠિ કાર્યક્રમમાં વાસ્તુરસિકો અને વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત લોકોને વાસ્તુ કુશળતા જાણવાની અને સમસ્યાના નિવારણ માટેની ઉત્તમ તક પ્રાપ્ય બનશે.
આ વાસ્તુજ્ઞાન ગોષ્ઠી કાર્યક્રમમાં ભાગ લેવા મો.નં. ૯૩૨૮૪ ૯૮૯૯૫ પર રજીસ્ટ્રેશન કરાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજના સમયમાં જયારે લોકો આર્થિક, સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓથી ઘેરાયેલા હોય છે અને ઘણા ઉપાયો કરવા છતાં કોઇ ઉકેલ મળતો નથી ત્યારે વાસ્તુશાસ્ત્રના ઉપાયો અને તેના અમલના કારણે ઘણી વાતોનો ઉકેલ આવી જતો હોય છે અને નિવારણ થઇ જતું હોય છે.