અમદાવાદના વસ્ત્રાપુરમાં ગુરુકુળ રોડ પરથી પાર્ટી માણતાં ૮ લોકોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ગુરુકુળ રોડ પર આવેલી સ્ટર્લિંગ પાર્ક સોસાયટીમાં ન્યુ યરની દારૂની પાર્ટી માણતાં યુવક યુવતીઓની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. ૪ યુવક અને ૪ યુવતીઓ રાતે દારૂની મહેફિલ માણી રહ્યાં હતા ત્યારે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે ફ્લેટમાં જોરથી છોકરાં છોકરીઓનો અવાજ આવે છે જેથી પોલીસ ત્યાં પહોંચી હતી અને બે મહિલા એડવોકેટ, ફેશન ડિઝાઇનર સહિત ૪ યુવતીઓ અને યુવકો મળી કુલ ૮ લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા.

વસ્ત્રાપુર પોલીસને રાતે પોલીસ કંટ્રોલરૂમમાંથી મેસેજ મળ્યો હતો કે ગુરુકુળ રોડ પર આવેલી સ્ટર્લિંગ પાર્ક સોસાયટીમાં આવેલા એક મકાનમાં કેટલાક છોકરાં છોકરીઓનો અવાજ આવે છે. દારૂની મહેફિલ ચાલતી હોય એવું લાગે છે જેથી વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. પોલીસે ત્યાં જઈ તપાસ કરતાં મકાનમાં સોફા પર અને નીચે બેસી અને કેટલાક યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસને ઘરમાંથી બે દારૂની ખાલી બોટલો અને વેફરના પડીકા મળી આવ્યા હતા. તેઓના મોઢા સુંઘતા તેઓ દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તાત્કાલિક તેઓની ધરપકડ કરી અને તેઓની સામે દારૂ પીવાનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

ગુરુકુળ રોડ પર આવેલી સોસાયટીમાં દારૂની મહેફીલ માણતા ઝડપાયેલા ૮ યુવક યુવતીઓમાંથી બે યુવતીઓ એડવોકેટ છેડ એક યુવતી ફેશન ડિઝાઈનર છે. જ્યારે અન્ય એક યુવતી નોકરી કરે છે. જ્યારે ઝડપાયેલા યુવકમાંથી એક યુવક ફોટોગ્રાફર અને નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. તન્વી શેઠ નામની યુવતીએ આ મકાન છેલ્લા એક વર્ષથી ભાડે રાખી અને રહેતી હતી. વસ્ત્રાપુર પોલીસે તમામ આઠેયબસામે વગર પાસ પરમીટે દારૂ પીવા અંગેનો ગુનો નોંધી અને તેમની ધરપકડ કરી હતી.

Share This Article