શીજાન ખાનને વસઇ કોર્ટે આપ્યો ઝટકો, કેસની સામે આવી આ મોટી અપડેટ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

તુનીશા શર્મા આત્મહત્યા કેસમાં શીઝાન ખાનની મુશ્કેલી વધતી જઇ રહી છે. શીજાનની પોલીસ કસ્ટડી ૩૧મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. એટલે કે હવે ૩૧ ડિસેમ્બર સુધી શીજાનને પોલીસ કસ્ટડીમાં રહેવુ પડશે. દિવંગત એક્ટ્રેસની માતાએ તેના અલી બાબા કો-સ્ટાર પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. તેવામાં હવે લાગી રહ્યું છે શીજાન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. શીજાન ખાનના ફોનમાંથી પણ ઘણી ચેટ્‌સ મળી છે. ૨૦ વર્ષની તુનિષા શર્મા ૨૭ ડિસેમ્બરે પંચતત્વમાં વિલિન થઇ ગઈ હતી. તેણે પોતાના ટીવી શો અલી બાબાના સેટ પર ફાંસી લગાવીને જીવનનો અંત આણ્યો હતો. આ કેસમાં તેના બોયફ્રેન્ડ શીઝાન ખાનની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારથી શીજાનને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.

આ પછી, શુક્રવારે પોલીસે શીજાનને વસઈ કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં તેના રિમાન્ડ વધુ એક દિવસ વધારવામાં આવ્યા. હવે પોલીસ શીજાનને ફરી એકવાર ૩૧મી ડિસેમ્બરે કોર્ટમાં રજૂ કરશે. હકીકતમાં, શીજાન પૂછપરછ દરમિયાન સતત પોતાનું નિવેદન બદલી રહ્યો છે. જેના કારણે ફરી એક વખત પોલીસે રિમાન્ડ વધારવાની અરજી કરી હતી. આ સાથે તુનીષાનો મોબાઈલ ફોન પણ અનલોક થઈ ગયો છે અને મોબાઈલ કંપનીએ આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપી દીધો છે. મળતી માહિતી મુજબ, તુનીષાના મોબાઈલ ફોન પરથી પોલીસને તેની બહેન અને માતા સાથે કરવામાં આવેલા ચેટ અને કોલ મળ્યા છે.

૨૦ વર્ષની તુનિષા શર્માની આત્મહત્યા બાદ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ હતી. તુનીશાની આત્મહત્યા પાછળનું કારણ શીજાન ખાનની ઉશ્કેરણી હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં પોલીસના હાથમાં તુનીશાની એક ચિઠ્ઠી લાગી છે. આ નોટ કેસની આગળની તપાસમાં ઘણી મદદ કરશે.   આ નોટ મેક-અપ રૂમમાંથી મળી છે જ્યાં તુનીષા શર્માએ આત્મહત્યા કરી હતી. જે વાંચીને બધા ચોંકી ગયા. પેપરની એક તરફ તુનિષાએ શીઝાન મોહમ્મદ ખાન લખ્યું છે અને બીજી બાજુ તેણે લખ્યું છે કે તેને હું કો-સ્ટાર તરીકે મળી, આ તેની કિસ્મત છે Woohoo! પોલીસે વસઈ કોર્ટમાં શીજાન ખાનને હાજર કરવા દરમિયાન આ નોટ વિશે જણાવ્યું હતું. મીડિયા રિપોર્ટ્‌સ છે કે તુનિષા અને શીજાન વચ્ચે સેટ પર ૧૫ મિનિટ સુધી વાતચીત થઈ હતી. આ પછી, તુનિષાએ ક્રેપ બેન્ડેજનો ઉપયોગ કરીને ફાંસી લગાવી લીધી. શીજાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તુનિષાને ડૉક્ટર પાસે લઈને જઇ રહ્યો છે.  તુનીશાના પરિવારજનોએ શીજાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે શીજાને તુનીશાને દગો આપ્યો છે. તેણે ઘણી યુવતીઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેણે થોડા દિવસો પહેલા તુનિષા સાથે બ્રેકઅપ કર્યું હતું જેના કારણે તે ડિપ્રેશનમાં હતી. શીજાને જણાવ્યું કે બ્રેકઅપનું કારણ ધર્મ અને ઉંમરનો તફાવત હતો.

Share This Article