ઝી ટીવીના સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સના આગામી એપિસોડમાં પ્રતિભાશાળી સ્પર્ધકોના પર્ફોર્મન્સથી અભિભૂત થવા તૈયાર થઈ જાવ. આ બાળકો તેમનું અદ્દભુત પરઓફ્રમન્સ દર્શાવવા તથા જજ અને જ્યુરીને સપ્તાહ દર સપ્તાહ પોતાની છાપ છોડવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છે. આગામી એપિસોડ અત્યંત મસ્તી અને મનોરંજનથી ભરેલો છે, કારણકે, ઘણા સમયથી રાહ જોવાતું મૂવી કલંકના કલાકારો- આલિયા ભટ્ટ, વરુણ ધવન અને માધુરી દિક્ષિત શોની શોભા વધારશે.
જ્યારે સેટ પર, બોલિવૂડના સુપરસ્ટાર આલિયા ભટ્ટએ તેના મિત્ર અને દિલોની ધડકન વરુણ ધવન વિશે કેટલીક મજાની વાતો જણાવી. આ ખુબસુરત અભિનેત્રીએ જણાવ્યું કે, વરુણે તેનું પોતાનું ગીત તૈયાર કર્યું અને તેણીને તેને ગુનગુનાવા માટે પણ કહ્યું.
આલિયા ભટ્ટ કહે છે, “વરુણ ધવને મારા જન્મદિનના દિવસે પણ મને બેસાડી રાખી અને ૩ કલાક માટે ગાવાનું કહ્યું. વધુમાં, મેં જે ગીત ગાયું તે તેના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં ઉમેરો કરતા, આલિયા સ્ટેજ પર પહોંચી ગઈ અને વરુણની કમ્પોઝીશન ગાઈ અને તેના સુંદર અવાજથી ખુબ જ સરસ માહોલ ઉભો કર્યો. વધુમાં વરુણ ધવને આલિયાને તેનું પસંદગીનું ગીત યાદ આ રહીં હૈં ગાવાનું તથા ફરીથી બધાનું મનોરંજન કરવા કહ્યું.
આગામી એપિસોડએ બેગણી મજા અને મનોરંજનનો બની રહ્યો, કારણકે, કલંકના કલાકારોએ તેની ફિલ્મના પ્રસિદ્ધ ગીત ફર્સ્ટ ક્લાસ પર પ્રવેશ કર્યો. સુંદર અભિનેત્રી માધુરી દિક્ષિત અને આલિયા ભટ્ટએ ઘર મોરે પરદેશિયા પર સ્ટેજ પર આવ્યા અને પર્ફોર્મ કર્યું. સ્પર્ધક પ્રિતમે ચુરા કે દિલ મેંરા પર પર્ફોર્મ કરીને દરેક પર છાપ છોડી. વધુમાં બોલિવૂડની દિવા માધુરી દિક્ષિતે સુગંધાને હમ દિલ દેં ચુકે સનમ ગાવા વિનંતી કરી અને દરેકનું મનોરંજન કર્યું. જજ શાન અને અમાલે આયુષ કેસીનું હુલા-હુપ ચેલેન્જમાં પ્રયત્ન કર્યા અને દરેકને મનોરંજન પુરું પાડ્યું. બધી રીતે જોઈએ તો, આ એપિસોડ કેટલીક મધુર ક્ષણો અને આપણા લિટલ ચેમ્પના અદ્દભુત પર્ફોર્મન્સથી દરેક માટે એક સુંદર સંગીતમય સાંજ બની રહ્યો.