વરૂણ અને સારા અલી કુલી નંબર વન ફિલ્મમાં ચમકશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : લોકપ્રિય ફિલ્મ નિર્માતા ડેવિડ ધવન પોતાની ક્લાસિક કોમેડી ફિલ્મ કુલી નંબર વનની રીમેક બનાવવા જઇ રહ્યા છે. વિતેલા વર્ષોમાં ગોવિન્દા અને કરિશ્મા કપુર અભિતિત મુળ ફિલ્મ કુલી નંબર વન સુપર હિટ સાબિત થઇ હતી. ફિલ્મની રીમેકમાં ડેવિડ ધવન પોતાના પુત્ર વરૂણને લેવાનો નિર્ણય કરી ચુક્યા છે. આ ફિલ્મના સંબંધમાં સત્તાવાર જાહેરાત ૨૪મી એપ્રિલના દિવસે કરવામાં આવી શકે છે. ફિલ્મના સંબંધમાં જાહેરાત વરૂણના જન્મદિવસે કરવામાં આવનાર છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ પ્રસંગે વરૂણની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સહિત સમગ્ર ધવન પરિવાર એક સાથે નજરે પડનાર છે.

આ પ્રસંગે ગોવિન્દા પણ નજરે પડી શકે છે. ફિલ્મમાં બે ઓરિજનલ ગીતોને સામેલ કરવામાં આવી શકે છે. ફિલ્મમાં ફરી એકવાર હસ્ન હે સુહાના અને મે તો રસ્તે પર જા રહા થાને દર્શાવવામાં આવી શકે છે. વરૂણ ધવન હાલમાં તેની મહત્વકાંક્ષી ફિલ્મ કલંકને લઇને વ્યસ્ત બનેલા છે. ફિલ્મના પ્રમોશનમાં તે જોવા મળી રહ્યો છે. ફિલ્મ આવતીકાલે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ અને સોનાક્ષી સિંહા પણ કામ કરી રહી છે. ફિલ્મમાં સંજય દત્ત, આદિત્ય રોય કપુર અને સોનાક્ષીની પણ સારી અને મોટી ભૂમિકા છે.બીજી બાજુ સારા અલી ખાન  હાલમાં લવ આજકાલની સિક્વલ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. જેમાં તેની સાથે કાર્તિક આર્યન કામ કરી રહ્યો છે.

કલંક ફિલ્મમા તેની એક્ટિંગ કુશળતાની પ્રશંસા થઇ રહી છે. આવતીકાલે ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે આ સાબિત થઇ શકે છે.  ફિલ્મમાં તમામ લોકોએ શાનદાર ભૂમિકા અદા કરી છે. ખાસ કરીને આલિયા ભટ્ટ અને વરૂણ ધવનની ફિલ્મમાં ભૂમિકા છે. વરૂણ હાલમાં બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે.

Share This Article