હવે વરૂણ ધવન અને શ્રદ્ધા કપુર સાથે નજરે પડનાર છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : વરૂણ ધવનની નવી ફિલ્મ એબીસીડી-૩માં મુખ્ય અભિનેત્રી તરીકે કોણ રહેશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો હવે અંત આવી ગયો છે. કારણ કે આ ફિલ્મમાં હવે શ્રદ્ધા કપુર કામ કરી રહી છે. શ્રદ્ધા કપુર અન્ય કેટલીક મોટી ફિલ્મમાં પણ હાલમાં કામ કરી રહી છે. એબીસીડી-૩ ફિલ્મ ડાન્સ પર આધારિત ફિલ્મ છે. શ્રદ્ધા કપુર ડાન્સના મામલે ખુબ કુશળ સ્ટાર પૈકીની એક તરીકે રહેલી છે. કેટલીક અભિનેત્રીના નામ પર વિચારણા કરવામાં આવ્યા બાદ હવે શ્રદ્ધા કપુરનુ નામ નક્કી થઇ ગયુ છે. ટવિટર એકાઉન્ટ પર આ અંગે માહિતી આપતા ટ્રેડ એનાલીસીસ કરનાર તરણ આદર્શે કહ્યુ છે કે હવે શ્રદ્ધા કપુરનુ નામ નક્કી કરી દેવામાં આવ્યુ છે. રેમો ડિસોઝા, વરૂણ ધવન અને શ્રદ્ધા કપુર એબીસીડી-૨ બાદ ફરી સાથે કામ કરી રહ્યા છે.

આ એક ડાન્સ આધારિત ફિલ્મ છે.ફિલ્મનુ શુટિંગ હવે ૨૨મી જાન્યુઆરીના દિવસે પંજાબમાં શરૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ મોટા ભાગે શુટિંગ યુકેમાં કરવામાં આવનાર છે. વરૂણે શ્રદ્ધા કપુરની સાથે ફોટો પણ પોસ્ટ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે વેલકમ હોમ.

આ ફિલ્મ માટે શ્રદ્ધા કપુરના નામને ફાઇનલ કરતા પહેલા કેટરીના કેફ, કૃતિ સનુન અને સારા અલી ખાનના નામ પર વિચારણા કરવામાં આવી હતી. હવે શ્રદ્ધાનુ નામ નક્કી કરવામાં આવ્યુ છે.અગાઉના બીજા ભાગે પણ ભારે ચર્ચા જગાવી હતી. ફિલ્મ તમામ લોકોને પસંદ પડી હતી. ખાસ કરીને યુવા પેઢીને ફિલ્મ ખુબ પસંદ પડી હતી. વરૂણ ધવન છેલ્લે અનુષ્કા શર્મા સાથે સુઇ ધાગા ફિલ્મમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ ખાસ ચર્ચા જગાવી શકી ન હતી.

Share This Article