કેરિયરના લીધે વરૂણ ધવન ગર્લફ્રેન્ડથી હાલમાં દુર થયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલા અને યુવા પેઢીમાં લોકપ્રિયતા મેળવી રહેલા વરૂણ ધવને હવે કેરિયર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.  તે દિન પ્રતિદિન એક્ટિંગને લઇને વધારે ગંભીર બની રહ્યો છે. તેની કલંક ફિલ્મમાં ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ છે. ફિલ્મ ફ્લોપ રહી હોવા છતાં તેની કેરિયર રોકેટ ગતિથી આગળ વધી રહી છે. મળેલી માહિતી મુજબ કેરિયરના કારણે તે હાલમાં પોતાની ગર્લફ્રેન્ડથી પણ દુર થઇ ગયો છે. બોલિવુડમાં પહેલા પ્રેમ, ડેટિંગ અને બ્રેક અપના હેવાલ સામાન્ય રીતે આવતા રહે છે. કલાકારો વચ્ચે ફિલ્મ દરમિયાન પ્રેમના હેવાલ સતત મિડિયામાં પ્રકાશિત થતા રહે છે.

હવે  મિડિયા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વરૂણઅને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે તમામ બાબતો સારી રીતે આગળ વધી રહી નથી. વરૂણ ધવનની ગર્લફ્રેન્ડ ફેશન ડિઝાઇનર તરીકે છે. તેની નતાશા દલાલ લેબલ ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં ખુબ લોકપ્રિય તકરીકે છે. તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ વચ્ચે વરૂણના હવે બ્રેક અપ થયા હોવાના હેવાલ મળ્યા છે.

અત્રે નોંધનીય છે કે નતાશા અને વરૂણ વચ્ચેની મિત્રતા ખુબ જુની રહી છે. બોલિવુડમાં વરૂણની એન્ટ્રી પણ થઇ ન હતી ત્યારથી બન્ને એકબીજાની સાથે છે. તેમની મિત્રતા છે. તેમની વચ્ચે વરૂણ બોલિવુડમાં પ્રવેશ કરે તે પહેલા જ પ્રેમ સંબંધો શરૂ થઇ ગયા હતા. વરૂણની સાથે નતાશા પહેલા ડિનર અને મુવી ડેટ પર નજરે પડતી હતી.  તેમની વચ્ચે બ્રેક અપના હેવાલને સમર્થન મળી રહ્યુ નથી પરંતુ જાણકાર લોકો કહી  એમ કહી રહ્યા છે.

Share This Article