વરુણ અને કિયારા જુગજુગ જિયોના સેટ પર ઘણીવાર બાખડી પડતા હતા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વરુણ ધવન અને કિયારા અડવાણીની ફિલ્મ જુગજુગ જિયો અત્યારે સિનેમાઘરોમાં ચાલી રહી છે. ફિલ્મને બોક્સઓફસ પર ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મમાં પહેલીવાર વરુણ અને કિયારાની ઓનસ્ક્રીન જોડી જોવા મળશે. વરુણ ધવને એક વાતચીત દરમિયાન ખુલાસો કર્યો કે લડાઈના એક સીનના શૂટિંગ પહેલા તેની અભિનેત્રી સાથે ૨-૩ વાર લડાઈ થઈ ગઈ હતી. ડિરેક્ટર રાજ મહેતાની ફિલ્મ જુગજુગ જિયોમાં વરુણ ધવન અને કિયારા અડવાણીએ પહેલીવાર એકસાથે કામ કર્યું છે. આ બન્ને કલાકારઓ આ પહેલા ઘણી હિટ ફિલ્મો આપી છે, પરંતુ પહેલીવાર તેઓ સ્ક્રીન શેક કરી રહ્યા છે. ફિલ્મમાં તેમની સાથે અનિલ કપૂર, નીતૂ કપૂર, મનિષ પૉલ અને પ્રાજક્યા કોલી પણ છે. ફિલ્મ લગ્ન પછી પતિ-પત્નીના બદલાતા સંબંધો અને લાગણીઓ પર આધારિત છે.

ફિલ્મના પ્રમોશન દરમિયાન કાસ્ટે પોતાના અંગત જીવનના અનુભવો પણ ઘણીવાર શેર કર્યા હતા. પરંતુ વરુણ ધવને તાજેતરમાં જ સેટ પરની એક રસપ્રદ વાત જણાવી હતી. વરુણ ધવને જણાવ્યું કે, સેટ પણ ૨-૩ વાર તેની કિયારા અડવાણી સાથે લડાઈ થઈ ગઈ હતી. તેમની લડાઈને રોકવા માટે ડિરેક્ટર રાજ મહેતાએ વચ્ચે પડવુ પડ્યુ હતું. તમને જણાવી દઈએ કે જુગજુગ જિયો ૨૪મી જૂનના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મમાં તમામ સ્ટારકાસ્ટના અભિનયના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. પ્રથમ દિવસે ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો હતો. બોક્સઓફિસ પર ફિલ્મે ૯.૨૮ કરોડ રુપિયા કમાણી કરી હતી. નોંધનીય છે કે ફિલ્મમાં વરુણ ધવન અને કિયારા અડવાણીની લડાઈનો એક સીન છે.

વરુણે આ સીન વિશે વાત કરતાં કહ્યું કે, આ સીનના શૂટિંગ પહેલા મારી અને કિયારાની ૨-૩ વાર ખરેખરમાં લડાઈ થઈ ગઈ હતી. વરુણે આગળ જણાવ્યું કે, અમે લોકો તે સીનની ચર્ચા કરી રહ્યા હતા. તેણે કહ્યું- હું આમ બોલીશ. અને મેં કહ્યું કે- પણ મારો આ અભિપ્રાય નથી. એક પુરુષ તરીકે આ મારી વિચારધારા નથી. મારે મારા પરિવાર માટે પૈસા કમાવવા પડે છે કારણકે મને આ જ વાત શીખવાડવામાં આવી છે. તો તેણે મને કહ્યું કે તુ Chauvinisticછે. મેં કહ્યું આમાં ઉગ્રતા વાળી શું વાત છે, તારા ભાઈ અને પિતા પણ આ જ વિચારતા હશે. તો પછી જો મને મારા પરિવાર માટે કમાણી કરવાની જરૂરત અનુભવાય તો હું શોવિનિસ્ટિક કેવી રીતે બની ગયો? વરુણે ઉમેર્યું કે, સેટ પર તે કિયારા સાથે એટલુ લડ્યો હતો કે ડિરેક્ટર રાજે વચ્ચે પડીને તેમને શાંત કરવા પડ્યા હતા. તમને જણાવી દઈએ કે માત્ર દર્શકો જ નહીં, ક્રિટિક્સ પણ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. કિયારા અડવાણીની કાર્તિક આર્યન સાથેની ફિલ્મ ભૂલ ભુલૈયા ૨ અત્યાર સુધી સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી હતી.

Share This Article