વરમોરા ગ્રુપ દ્વારા પોતાની કામગીરી વિસ્તારવા માટે અમદાવાદના હેબતપુર રોડ ખાતે આવેલ શક્તિ એકસ્ટાલ ખાતે “વરમોરા લાઈબ્રેરી”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે વરમોરા ગ્રુપના ભાવેશ વરમોરા અને હિરેન વરમોરા, એમ.ડી. દિલીપ ચાંદવાની અને ભાવેશ મેવાડા, ડો. ગીતિકા સલુજા, મિખિલ દોશી, રાજુ દેત્રોજા, હાર્દિક દોશી, અમિત દોશી, આર્કિટેક્ટ આલાપ કામદાર અને નેહુલ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
આ વિશે વરમોરા ગ્રુપના ભાવેશ વરમોરા તથા હિરેન વરમોરાએ જણાવ્યું હતું કે, “વરમોરા લાઇબ્રેરી એક છત નીચે ફ્યુચરિસ્ટિક ટાઇલ્સ, સ્લેબ્સ, સેનિટરીવેર અને નળની સંપૂર્ણ શ્રેણી પ્રદર્શિત કરે છે અને જેનાથી તે સંપૂર્ણ હોમ સોલ્યુશન્સ બ્રાન્ડ બને છે. ૧૨૦૦ટ૨૪૦૦, ૧૨૦૦ટ૧૨૦૦, ૯૦૦ટ૧૮૦૦, ૮૦૦ટ ૧૬૦૦, ૬૦૦ટ૧૨૦૦ “એમએમ” સાઈઝમાં ઉપલબ્ધ ટાઇલ્સ દરેક અર્બન આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઈનર માટે ઉપયોગી છે.”
વરમોરા લાઈબ્રેરીના લોકાર્પણ સમયે આર્ટિટેક્સ, બિલ્ડર્સ તથા ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ઉપસ્થિત રહ્યાં હતા, જેમણે આર્ટિસ્ટિક ડિસ્પ્લે, રેન્જ અને ક્વોલિટીની પ્રશંસા કરી હતી. તેના ઇનોવેટિવ અભિગમ અને ઉત્કૃષ્ટ ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ડિઝાઇનરો અને આર્કિટેક્ટ્સ સાથે મળીને કામ કરીને બનાવવામાં આવે છે, જે તેમને તેમના કરંટ માર્કેટ ટ્રેન્ડ્સના સમૃદ્ધ અનુભવ અને ઈન-ડેપ્થ નોલેજ સાથે માર્ગદર્શન આપે છે. નવીનતા, સેવા અને ગુણવત્તામાં મૂળપણે જોડાયેલ વરમોરાનાં નેટવર્કમાં ૭૦૦+ થી વધુ ડીલરો, ૫૦૦૦+ રિટેલ આઉટલેટ્સ, ૩૦૦+ વરમોરા એક્સક્લૂસિવ એક્સપિરિયન્સ સેન્ટર્સ અને કોર્નર્સ, ૧૦ આંતરરાષ્ટ્રીય શોરૂમ્સ, ૧૫ દેશોની બ્રાંડ પ્રેઝન્સ અને ૨૦ બ્રાન્ચ આૅફિસનો સમાવેશ થાય છે. ૩૦૦+ સેલ્સ સ્ટાફ સહિતના ૧૨૦૦+ વરમોરીયન્સ બિઝનેસ ડ્રાઇવર્સ તરીકે સતત રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે તેની હાજરીને વિસ્તૃત કરવામાં વ્યસ્ત છે. વરમોરા વૈશ્વિક સ્તરે ૭૦ થી વધુ દેશોમાં પોતાની કામગીરી કરી રહેલ છે. હાલમાં, “વરમોરા મેગ્નિફિકા કલેક્શન” યુરોપમાં પ્રાઈમ બ્રાન્ડ છે. વરમોરા ભારતને અન્ય દેશની જેમ વિશિષ્ટ ડિઝાઇન અને ગુણવત્તા સાથે સુંદર સિરામિક અને વંધ્યીકૃત ઉત્પાદનો ઉત્પન્ન કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવતાં દેશ તરીકે સ્થાપિત કરે છે. વરમોરા આજે વિશ્વભરમાં વ્યૂહાત્મક રીતે ફેલાયેલું છે અને લગભગ ૭૫% જેટલા લેટિન અમેરિકામાં પોતાની કામગીરી પૂરી પાડી રહેલ છે અને ઘણા અન્ય બજારોમાં પણ સતત વિકાસશીલ છે.
ભારતના મોટા અને વૈવિધ્યસભર બિઝનેસ જૂથોમાંથી એક વરમોરાએ આજે વિવિધ બિઝનેસ ડોમેન્સમાં પોતાને સ્થાપિત કરી છે. ફોકસ્ડ અપ્રોચ અને સારી ગુણવત્તાના નિયમન સાથે આ જૂથ શ્રી ભાવેશ વરમોરાના નેતૃત્વ હેઠળ ઝડપથી આગળ વધી રહ્યું છે. વરમોરા ગ્રુપ ટાઇલ્સ, સેનિટરી વેર, હોમવેર, ફર્નિચર, ફાસ્ટનર્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વગેરે બિઝનેસમાં પોતાની કામગીરી કરી રહ્યું છે.