અંબાજી ગબ્બર તળેટી ખાતે ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ૫૧ શક્તિપીઠનો પરિક્રમા મહોત્સવ ૨૦૨૩ યોજવા જઈ રહ્યો છે. તારીખ ૧૨/૨/૨૦૨૩ થી ૧૬/૨/૨૦૨૩ સુધી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. શ્રી ૫૧ શક્તિપીઠ દર્શન પરિક્રમા ચામર યાત્રા જય ભોલે ગ્રુપ દ્વારા નીકળવામાં આવશે. તો શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ કરવામાં આવશે. તો સાથે ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગનું કાર્યક્રમ પણ યોજાશે. ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રોગ્રામમાં ગબ્બર તલાટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં દેશભરના માઇભક્તો આ કાર્યક્રમમાં ભાગ લેશે.

યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ ૧૨ ફેબ્યુરીથી પાંચ દિવસીય ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. અંબાજી ગબ્બર તળેટી ખાતે યોજાનારા શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ ૨૦૨૩ ના આયોજન દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. અંબાજીમાં ૫૧ શક્તિપીઠો- યાત્રાધામ અંબાજી ખાતે દેશ અને વિદેશમાં અલગ અલગ જગ્યાએ આવેલા માતાજીના ૫૧ શક્તિપીઠોના નિર્માણનું કામ તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યું હતું.

દેશ અને વિદેશોમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ , પાકિસ્તાન વગેરે દેશમાં આવેલા માતાજીના શક્તિપીઠો પ્રમાણે ૫૧ શક્તિપીઠોનું નિર્માણ અંબાજીમાં કરવામાં આવેલું છે. યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ૫૧ શક્તિપીઠોના દર્શન માઇભક્તો એક જ જગ્યાએ તમામ શક્તિપીઠોના દર્શન અને પરિક્રમા કરી શકે. તેનો લાભ પણ મળશે. દર વર્ષે આ ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

Share This Article