વાણીની રિતિક સાથે ફિલ્મનુ નામ શુ રહેશે તેને લઇ ચર્ચા

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ : અભિનેત્રી વાણી કપુરની રિતિક રોશનની સાથે રહેલી ફિલ્મનુ નામ શુ રહેશે તેને લઇને ભારે ચર્ચા છે. નામ લાંબા સમયથી જાહેર થઇ રહ્યુ નથી. નામ જાહેર કરવામાં ન આવતા તર્ક વિતર્કનો દોર જારી છે. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તમામ નવા રેકોર્ડ સર્જી શકે છે. કારણ કે આ ફિલ્મમાં બોલિવુડના બે સૌથી મોટા એક્શન સ્ટાર એક સાથે કામ કરી રહ્યા છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે રિતિક રોશને આ ફિલ્મમાં કામ કરવા માટે ખુબ મોટી રકમ લીધી છે.  ફિલ્મમાં તેની સાથે બે એક્શન સ્ટાર કામ કરી રહ્યા છે. જેમાં રિતિક રોશન અને ટાઇગર શ્રોફનો સમાવેશ થાય છે.

વાણી  કપુરને  સારી ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી હોવા છતાં તે ફિલ્મો સાઇન કરી રહી નથી. જો કે  તે રિતિક રોશન અને ટાઇગર શ્રોફની સાથે એક ફિલ્મમાં નજરે પડનાર છે. જેનુ નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. વાણી માત્ર કોઇ એક ભાષા સુધી મર્યાિદત રહેવા માંગતી નથી. તે તમિળ અને તેલુગ ફિલ્મો પણ વધારે પ્રમાણમાં કરવા માટે ઇચ્છુક છે.  તે ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન દોરવાના તેના પ્રયાસો સફળ થઇ શકે છે.

તે વધારે બોલ્ડ અને સેક્સી ફોટો પણ રજૂ કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે. બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે.  આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે.   પટકથામાં હાલ તે અભ્યાસ કરી રહી છે. તેની પાસે કેટલીક ફિલ્મોની ઓફર આવી છે.

Share This Article