રિતિક રોશનની સાથે કામ કરવાનુ વાણીનુ સપનુ પૂર્ણ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : ખુબસુરત અને સેક્સી સ્ટાર વાણી કપુરને હવે બોલિવુડના સુપરસ્ટાર પૈકી એક એવા રિતિક રોશન સાથે ફિલ્મ મળતા ભારે ખુશ દેખાઇ રહી છે. તે આ ફિલ્મમાં કામ કરવા માટે ખુબ ઉત્સુક છે.  તેની કેરિયરમાં તેજી આવવાના સંકેત પણ દેખાઇ રહ્યા છે. વાણી કપુર અને રિતિક રોશનની સાથે આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ પણ કામ કરી રહ્યો છે. વાણી કપુરને  હાલમાં ફિલ્મો હાથ લાગી રહી ન હતી.

જા કે હવે તેની પાસે ફિલ્મો આવી ગઇ છે. તે કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે.   તે ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન દોરવાના તેના પ્રયાસો સફળ થઇ શકે છે. તે વધારે બોલ્ડ અને સેક્સી ફોટો પણ રજૂ કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે.

બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે.  આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે.  બેફિક્રેમાં નજરે પડેલી અભિનેત્રીએ કહ્યું છે કે, તે ઇચ્છે છે કે અફવા સાચી પડે અને તે આગામી સમયમાં બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે કામ કરી શકે. એક કાર્યક્રમમાં વાણી કપૂરે આ મુજબની વાત કરી છે.  તેની પાસે કેટલીક ફિલ્મોની ઓફર આવી છે. બેફિક્રે ફિલ્મને મળેલા પ્રતિસાદ અંગે વાત કરતા વાણીએ કહ્યું હતું કે તે માને છે કે, બેફિક્રે ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક લોકોએ આ ફિલ્મને પસંદ કરી છે જ્યારે કેટલાક લોકોએ ફિલ્મને પસંદ કરી નથી. રિતિક રોશન અને ટાઇગર શ્રોફ જેવા કુશળ ડાન્સર સાથે તે નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મ તેની કેરિયરમાં વળાંક લાવી શકે છે.

Share This Article