વલસાડમાં ટ્યુશનમાં ભણતા કિશોરે જ કિશોરી પર આચર્યું દુષ્કર્મ, વીડિયો વાયરલ કરતા ફરિયાદ, પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
નરાધમે સગીરા પર દુષ્કર્મ આચરીને વીડિયો બનાવ્યો હતો વલસાડમાં કિશારી સાથે દુષ્કર્મની ઘટનાને પહલે ચકચાર મચી છે. આ બનાવમાં ટ્યુશનમાં ભણતા કિશોરે જ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વલસાડમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી કિશોરી સાથે મિત્રતા કેળવી બાદમાં યુવકે લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જિલ્લામાં નરાધમ શખ્સોનો ત્રાસ હજુ પણ યથાવત છે. હમણા થોડા દિવસ પહેલા જ ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. હજુ તો આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક વલસાડ ખાતે ટ્યુશનમાં ભણતા કિશોરે કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, વલસાડની સગીરાને ટ્યૂશનની દોસ્તી ભારે પડી હોવાની ઘટના સામે આવી છે. ટ્યુશનમાં સાથે ભણતા કિશોરે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. વલસાડ તાલુકાના દરિયાકાંઠે કિશોરી સાથે દુષ્કર્મ કરીને નરાધમ બ્લેકમેલ કરતા ફરિયાદ નોંધાઈ છે. આ નરાધમે સગીરા પર દુષ્કર્મ આચરીને વીડિયો બનાવ્યો હતો. સંબંધ રાખવા દબાણ કરતા સગીરાએ ના પાડી તો યુવકે એક વર્ષ બાદ વીડિયો વાયરલ કર્યો હતો. સગીરાની બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.