લખનૌ : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસની ઉજવણી આજે સુશાસન દિવસ તરીકે કરવામાં આવી હતી. વાજપેયીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. ઓગસ્ટ મહિનામાં જ તેમનું અવસાન થયું હતું. તેમના જન્મ દિવસે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકાય પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી. યોગીએ જાહેરાત કરી હતી કે લખનૌમાં વાજપેયીની ૨૫ ફૂટ ઉંચી પ્રતિમા બનાવવામાં આવશે. યોગી પહેલાથી જ ભગવાન રામની વિરાટ પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી ચુક્યા છે. હવે વાજપેયીની પ્રતિમાની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સહિત દેશના જુદા જુદા ભાગોમાં આજે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.