નવી દિલ્હી: વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હાલત હાલમાં ખુબ જ ગંભીર બનેલી છે અને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે ત્યારે તેમના ચાહકો તેમને મળવા માટે સતત પહોંચી રહ્યા છે. વાજપેયીને મળવા માટે તેમના પ્રશંસકો સતત પહોંચી રહ્યા છે. વાજપેયી કવિતા અને ફિલ્મો સાથે પણ ખાસ રીતે જોડાયેલા રહ્યા છે.
અટલ બિહારી વાજપેયી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની લોકપ્રિય અભિનેત્રી અને મથુરામાંથી ભાજપની સાંસદ હેમા માલિનીના મોટા ચાહક તરીકે રહ્યા છે. અટલ બિહારી વાજપેયી એટલા મોટા ચાહક રહ્યા છે કે તેમની ફિલ્મ સીતા ઔર ગીતાને ૨૫ વખત નિહાળી હતી. વર્ષ ૧૯૭૨માં આ ફિલ્મ આવી હતી. જેમાં હેમાં ડબલ રોલમાં હતી. ફિલ્મના નિર્દેશક રમેશ સિપ્પી હતી. ફિલ્મમાં તેની સાથે ધર્મેન્દ્ર અને સંજીવ કુમાર હતા. ફિલ્મના લેખક સલીમ જાવેદ હતા.
આ ફિલ્મ માટે હેમામાલિનીને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. સીતા ઔર ગીતા ૨૫ વખત નિહાળી હોવાની વાત હેમામાલિનીએ પોતે કરી હતી. વાજપેયી કુશળ કવિ તરીકે પણ હતા. તેમના ભાષણને સાંભળવા માટે લોકો અને નેતાઓ પણ હમેંશા ઉત્સુક રહેતા હતા. તેમના વિરોધીઓ પણ તેમની વાતની ગંભીર નોંધ લેતા હતા.