`રૂપ–મર્દ કા નયા સ્વરૂપ’ના સેટસ પર ફૂડ ફેરી બની વૈશાલી ઠક્કર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રૂપ – મર્દ કા નયા સ્વરૂપ સાથે સંપૂર્ણ દેશને ઊંડા વિચારમાં મૂકી દેવા, કલર્સ ‘પુરષ’ શબ્દની પુનઃ વ્યાખ્યા કરવા ૨૮મી મેના રોજ શરૂ કરી એક નવી મુસાફરી પર નીકળે છે. શો ૮-વર્ષની વયના છોકરા – રૂપ (અફાન ખાન)ની મુસાફરીનું પગેરું કાઢે છે જે  કેવી રીતે પુરુષ અને સ્ત્રીએ વર્તવું જોઇએ તે નકકી કરે છે તેવા પુરુષ પ્રધાન સમાજની સંવેદનશીલતા પર પ્રશ્નો ઉઠાવે છે. શોની સંપૂર્ણ ટીમે હાલમાં જ પોતાના શૂટની શરૂઆત કરી છે અને તેઓ સેટસ પર સમય વ્યતીત કરી રહેલ છે ખાસ કરીને બાળકો. આની પાછળનું કારણ ફૂડ ફેરી, વૈશાલી ઠક્કર છે.

સૂત્રો અનુસાર, “શો પર કૌશલ્યા બુઆની ભૂમિકા ભજવતી, વૈશાલી ઠક્કર સાચે જ ખૂબ સરસ રીતે, ખાસ કરીને બાળકો સાથે  જોડાઇ ગયેલ છે. શૂટના લાંબા કલાકોના લીધે, વૈશાલી તેઓ અને બાળકો માટે સ્વાસ્થપ્રદ નાસ્તા લઇ આવે છે અને ખાસ કરીને અફાન ખાનને નિયમિતપણે તેણીના ડબ્બામાંથી ખાવાનું પસંદ છે. તાજેતરમાં, વૈશાલી અને બાળકોએ સવારના નાસ્તા માટે ઇડલી પાર્ટી રાખી હતી જયાં પીઢ અભિનેત્રીએ બાળકોને સ્વાસ્થપ્રદ ખાવાનું મહત્વ શીખવ્યું.”

Share This Article