અમદાવાદ : વડોદરામાં કલાકોના ગાળામાં જ ૨૦ઇંચથી વધુ વરસાદ બુધવારના દિવસે પડી ગયા બાદ આજે ગુરૂવારના દિવસે પણ હાલત કફોડી રહી હતી. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહી છે. બીજી બાજુ આજવા જળાશયની જળ સપાટી મોડી રાત્રે ૨૧૧.૨૦ ફુટ સુધી પહોંચી ગયા બાદ ગુરૂવાર શહેરમાં સ્થિતી વધારે ખરાબ થઉ રહી છે. વડોદરામાં ભારે વરસાદ બાદ વરસાદ સંબંધિત બનાવોમાં કુલ છ લોકોના મોત થઇ ગયા છે. બાજવામાં દિવાલ પડતા ચાર લોકોના મોત થયા છે અને અન્ય એક બનાવમાં બે લોકોના મોત થયા છે. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે રાજમાર્ગોની સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં હાલત કફોડી બની હતી. સ્થિતીને હળવા કરવા માટે સંબંધિત વિભાગના લોકો કામમાં લાગેલા છે. વરસાદના પગલે આજે ખાનગી અને સરકારી સ્કુલોમાં રજા જાહેર કરવામાં આવી છે. વડોદરા જતી અનેક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.
સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. વડોદરામાં બુધવારે બપોર બાદ આફ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બપોરે બેથી ચાર વાગ્યા વચ્ચે એટલે કે બે કલાકમાં છ ઇંચ અને ત્યારબાદ ચારથી છ વાગ્યા વચ્ચે વધુ ચાર ઇંચ વરસાદ થતાં ચાર કલાકના ટુંકાગાળામાં ૧૦ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. ત્યારબાદ મોડી રાત્રે વધુ વરસાદ થતા કુલ આંકડો આઠ વાગ્યા સુધીમાં ૨૦ ઇંચ કરતા વધારે થઇ ગયો હતો. સ્કુલ કોલેજામાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આજે સવારથી જ જારદાર માહોલ જામ્યા બાદ વડોદરામાં બપોર બાદ હાલત કફોડી થઇ હતી. વડોદરામાં કલાકોમાં ૨૦ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં આખુ વડોદરા જાણે જળમગ્ન બની ગયુ હતુ. ન્યાયમંદિર, પાણીગેટ, સ્ટેશન વિસ્તાર, સયાજીગંજ, અલકાપુરી, જેતલપુર, રાવપુરા, અકોટા, જેલ રોડ સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની Âસ્થતિ સર્જાઇ હતી. વડોદરામાં કેટલાક વિસ્તારોમાં તો પાંચથી છ ફુટ સુધીના ઉંડા પાણી ભરાઇ ગયા હતા, જેના કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-મોન્સુન પ્લાનની ધÂજ્જયાં ઉડી ગઇ હતી.
નીચાણવાળા વિસ્તારો તો જાણે બેટમાં ફેરવાઇ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો, થાંભલા અને દિવાલો ધરાશયી થવાના છૂટાછવાયા બનાવો પણ સામે આવ્યા હતા, જેમાં પાંચથી વધુ લોકોને બચાવી લેવાયા હતા.જો કે, બે-અઢી કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં વડોદરામાં સર્વત્ર પાણી જ પાણી જાવા મળતુ હતુ, જેને લઇ વડોદરા મનપા સત્તાધીશો પર માછલા ધોવાયા હતા. પાદરામાં પણ ભારે વરસાદના કારણે લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા હતા. તો, દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, કામરેજ, પલસાણા, માંડવી, નવસારી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર સહિતના પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. સુરતમાં ભારે વરસાદના કારણે તાપી નદી બે કાંઠી વહી રહી હતી. તો કીમ નદી પણ વરસાદી નીરના કારણે બે કાંઠે વહેતી થઇ હતી. જેના કારણે કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવાયા હતા. માંડવીના કાંકરાપોર ડેમ પણ નવા નીરના કારણે ઓવરફલો થયો હતો. નવસારીની અંબિકા નદી નવા નીરની આવક થતાં ભયજનક સપાટીએ વહેતાં તંત્રએ કિનારાના અને આસપાસના વિસ્તારના લોકોને એલર્ટ કર્યા હતા અને અગમચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડયા હતા. વડોદરામાં કેટલીક જગ્યાએ વીજ પુરવઠો ગઇકાલે બંધ કરવામાં આવ્યો હતો. જો કે આજે સ્થિતીને સામાન્ય કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વડોદરામાં હાલત સામાન્ય કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. કોર્પોરેસનના કર્મચારીઓ અને અધિકારીઓ જોરદાર રીતે કામે લાગેલા છે.