વડોદરા : વડોદરામાં આજે કલાકોના ગાળામાં જ ૧૮ ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ભારે વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં શોર્ટ સર્કિટ થવાના બનાવો પણ બન્યા છે. વિજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે લોકોને અંધારપટમાં રહેવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડ અને વિજ કંપનીઓની ટીમો સતત દોડતી થઇ હતી.
વિજ કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભાગદોડ કરતા નજરે પડ્યા હતા જ્યારે બીજી બાજુ સાવચેતીના પગલારુપે પણ કેટલીક જગ્યાઓએ વિજ પુરવઠો બંધ કરાયો હતો. નિચાણવાળા તમામ વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા હતા. અનેક વિસ્તારો સંપૂર્ક વિહોણા પણ થયા હતા. વાહન ચાલકોને અન્યત્ર રુટ પર જવાની ફરજ પડી હતી.