વડોદરા : વડોદરા શહેર નજીક આવેલી રિલાયન્સ આઈપીસીએલ પીવીઆર પ્લાન્ટમાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળતા ઓછામાં આોછા ત્રણ કર્મચારીઓના મોત થયા છે અને ભારે ભાગદોડ આગની ઘટનાના કારણે મચી ગઈ હતી. આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આગ ઉપર જા સમય સર કાબુ મેળવવામાં આવ્યો ન હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત.
પ્રાપ્ત થતી માહિત પ્રમાણે વડોદરા શહેર નજીક કોયલી ખાતે આવેલી પીબીઆર-૨ પ્લાન્ટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ૩ કર્મચારીઓ મહેન્દ્રભાઈ જાધવ, અરૂણભાઈ ડાભી અને પ્રીતેશ પટેલ આ બનાવને પગલે કંપનીમાં અફડાતફડી મચી ગઈ હતી.આજે વહેલી સવારે આગ લાગતાંની સાથે જ કંપનીના ફાયર વિભાગના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા.