Vadodara : સગીરા સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં દોષિતને 20 વર્ષ કેદની સજા ફટકારાઈ

Rudra
By Rudra 1 Min Read

સગીરાને ભગાડી જઇને બળાત્કાર ગુજારવાના કેસમાં સાવલી પોલીસ મથકમાં વર્ષ 2021ની સાલમાં નોંધાયેલી ફરિયાદના આરોપી સામે પોકસો સહિતના વિવિધ એક્ટ હેઠળ કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં કોર્ટે આરોપીને કુલ 58000 નો દંડ અને 20 વર્ષની સજા ફટકારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી પોલીસ મથકે 2021ની સાલમાં કમલેશ રાજેન્દ્રભાઈ વસાવાની સામે સગીરાને ભગાડી જઇને બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જે સંદર્ભમાં સાવલી પોલીસે અપહરણ, બળાત્કાર તથા પોકસો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધીને આરોપી કમલેશને ઝડપીને જેલ ભેગો કર્યો હતો. આ કેસ સાવલીની સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતા સાવલી પોલીસે રજૂ કરેલા પુરાવાઓ અને સાક્ષીઓના બયાન ઉપરાંત સરકારી વકીલ સી.જી. પટેલની દલીલોને ગ્રાહ્ય રાખીને જ્જ જે.એ. ઠક્કરે આરોપી કમલેશને 20 વર્ષની સજા અને 50000નો દંડ ફટકાર્યો હતો. જ્યારે અપહરણના ગુનામાં ત્રણ વર્ષની સજા અને 3000 નો દંડ, બળાત્કારના ગુનામાં પાંચ વર્ષની સજા અને 50000નો દંડ ફટકાર્યો હતો આમ કુલ 20 વર્ષની સજા અને 58 હજાર નો દંડ સાવલીની કોર્ટે ફટકાર્યો છે સાથે સાથે જિલ્લા લીગલ ઓથોરિટીને પીડિતાના પરિવારને વિકટીમ કોમ્પેનસેશન સ્કીમ હેઠળ રૂ. 4 લાખની સહાય ચૂકવવા ભલામણ કરી છે.

Share This Article