વી.એ. સ્કૂલ (પ્રીમિયમ કિન્ડર ગાર્ટન) કે જે પુરા દેશભરમાં ચાલી રહી છે. જેની ૩૦થી વધારે શાળાઓ ૪ રાજ્યોના જુદા-જુદા શહેરો જેવા કેસુરત, જયપુર, પૂણે, લખનૌ જેવા શહેરોમાં છે જ પરંતુ હવેથી વી.એ. સ્કૂલ (પ્રીમિયમ કિન્ડર ગાર્ટન) અમદાવાદ શહેરમાં નવા જ પ્રકારનાકન્સેપ્ટ સાથે શરૂ થઈ છે. નરોડા ખાતે શરૂ થયેલી વી.એ. સ્કૂલ (પ્રીમિયમ કિન્ડર ગાર્ટન)નું ઉદઘાટન યોજવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનતરીકે શ્રીમતી નિર્મળાબેન વાઘવાની પૂર્વ કેબિનેટ મંત્રી (મહિલા અને બાળકલ્યાણ, અતિથિ વિશેષગણ તરીકે ગિરિશ પ્રજાપતિ, કાઉન્સીલર(ભાજપ) નરોડા, તેમજ કાઉન્સીલર (ભાજપ) લાંભા બોર્ડના દશરથભાઈ વાઘેલા સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
પીપલ યુનાઈટેડ ફોર એજ્યુકેશન એન્ડ વી. એ. સ્કુલના ફાઉન્ડિંગ ડિરેક્ટર વિશ્વા અવસ્થી છે તેમજ નિશાંત સૈની કે જેઓ નરોડા વી. એ.સ્કૂલ બ્રાન્ચના ટ્રસ્ટી છે તેમજ નિલેશ વ્યાસ વી એ સ્કૂલ નરોડા બ્રાન્ચના ટ્રસ્ટી છે.
આ અંગે માહિતી આપતા.પીપલ યુનાઈટેડ ફોર એજ્યુકેશન એન્ડ વી. એ. સ્કુલના ફાઉન્ડિંગ ડિરેક્ટર વિશ્વા અવસ્થીએ કહ્યું કે, આ પ્રકારનીઆ પ્રથમ શાળા છે જે મુખ્ય ૪ બાબતો પર ભાર આપશે. જેમાં અભિવાદન, સર્જનાત્મકતા, વ્યક્તિગતતા, ક્યુરિયોસિટી જરૂરી છે. આ ચારબાબતો તેમને બાળકો માટે કેમ જરૂરી છે તે વિશે સમજાવતા કહ્યું કે,
(૧) અભિવાદન – અમે માનીએ છીએ કે બાળકો ખુશ થાય ત્યારે સારી રીતે શીખે છે. (૨) ક્યુરિયોસિટી – અમે બાળકોની જિજ્ઞાસાને જાળવીએછીએ કેમ કે જિજ્ઞાસા એ જે બાળકો માટે શ્રેષ્ઠ એન્જિન છે મનાય છે. (૩) સર્જનાત્મકતા- સર્જનાત્મકતા તરફ બાળકોને દોરવા માટે અમેબાળકોના મૂળ વિચારોને મૂલ્ય આપીએ છીએ અને પ્રોત્સાહિત કરીએ છીએ. (૪) વ્યક્તિત્વ- અમે દરેક બાળકના વ્યક્તિત્વને આદર આપીએછીએ અને સરખામણી કર્યા વિના તેને વધારીએ છીએ.
વી.એ. સ્કૂલ ઇન્ટરનેશનલ કિન્ડરગાર્ટનનો મોટીવ એક જ છે ‘લર્નિગ ઈઝ અ શિરીયસ ફન’. જેવી રીતે આપણે પોતાની જાત પર ત્યારે જગૌરવ લઈ શકીએ જ્યારે આપણે સુખી સલામત હોઈએ. તેવી જ રીતે દોઢથી છ વર્ષની વયના બાળકોને તેમની સંભવિતતાને શોધવા માટેપ્રોત્સાહિત કરવા જોઈએ. કેમ કે તેઓ આ ઉંમરે રીલેક્સ હોય છે.