લખનૌ : લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં કારમી હાર ખાધા બાદ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પ૭ો હચમચી ઉઠ્યા છે. જુદીજુદી વ્યુહરચના પર હવે કામ ચાલી રહ્યુ છે. લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હારી ગયેલા પક્ષોમાં હારના કારણોને લઇને મંથન જારી છે. હવે સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ દ્વારા પણ લાંબી ચર્ચા કરવામાં આવી છે. પિતા પુત્ર વચ્ચે થયેલી બેઠક કલાકો સુધી ચાલી હતી.
જેમાં વિવિધ પાસા પર ચર્ચા કરવામાં આવી હોવાના હેવાલ મળ્યા છે. એમ માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણીમાં કારમી હાર થયા બાદ સમાજવાદી પાર્ટી પણ પોતાની રીતે સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાની ઇચ્છા ધરાવે છે. ઉત્તરપ્રદેશના પરિણામ જાઇને તમામ રાજકીય પંડિતો પણ ખોટા સાબિત થયા છે. રાજકીય પક્ષોના નેતાઓ માની રહ્યા હતા કે યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી ગઠબંધનને રાજયની અડધાથી વધારે સીટ મળી શકે છે.
જો કે તેમનો દેખાવ અપેક્ષા કરતા નબળો રહ્યો છે. લખનૌમાં સ્થિત સમાજવાદી પાર્ટીની ઓફિસમાં બંધ બારણે મુલાયમ અને અખિલેશ વચ્ચે આ બેઠક થઇ હતી. આ બેઠક એક કલાક સુધી ચાલી હતી. બંનેએ રિવ્યુ બેઠક માટે આવેલા વરિષ્ઠ નેતાઓ અને છ જિલ્લાના બુથ કાર્યકરો પાસેથી ફિડબેક લેતા પહેલા વાતચીત કરી હતી. બંને નેતાઓએ કેડર સાથે કન્નોજ, ફિરોજબાદ, બદાયુ સહિતના વિસ્તારમાં પાર્ટીના ખરાબ દેખાવને લઇને ચર્ચા કરી હતી.