ઉત્તરપ્રદેશ લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધી ૨૫ : ઉંડી તપાસ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બારાબંકી : ઉત્તરપ્રદેશમાં ઝેરી શરાબ પીવાના કારણે મોતનો આંકડો હવે વધીને ૨૫ ઉપર પહોંચી ગયો છે. વ્યાપક દરોડાનો દોર જારી છે. કેટલાકની અટકાયત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો હજુ સારવાર હેઠળ પણ છે.  આ સંબંધમાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. લઠ્ઠાકાંડના બનાવના કારણે ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર પણ હચમચી ઉઠી છે. સાથે સાથે તપાસનો આદેશ પણ કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશના બારાબંકી ખાતે ઝેરી શરાબના કારણે મૃત્યુ પામેલા લોકોમાં એક પરિવારના ચાર લોકોનો સમાવેશ  થાય છે. લઠ્ઠાકાડના કારણે મોટી સંખ્યામાં લોકોને અસર થઇ છે.

તમામ અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર દર્શાવવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ તમામ લોકોએ દેશી શરાબના એક ઠેકા પરથી શરાબની ખરીદી કરી હતી. જા કે ઠેકેદારે તેમાં મિલાવટી શરાબ રાખી હતી. શરાબ પીધા બાદ તમામને આની ઝડપી અસર થઇ હતી. કેટલાક લોકોને આંખમાંથી દેખાવવાનુ બંધ થઇ ગયુ હતુ. મોતનો આંકડો આજે વધીને  ૨૫ ઉપર પહોંચી ગયો હતો.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટના અંગે દુખ વ્યક્ત કરીને સમગ્ર મામલામાં તપાસનો આદેશ આપી દીધો છે. આ ઘટના જિલ્લાના રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. રાનીગજમાં આ લઠ્ઠાકાંડની ઘટના બન્યા બાદ તંત્ર ચોંકી ઉઠ્યુ છે. આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. લોકોનો આરોપ છે કે દાનવીર સિંહના ઠેકાથી બનાવટી શરાબ બનાવીને વેચવામાં આવી રહી હતી. તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

Share This Article