લખનૌ : લોકસભા ચૂંટણી માટેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદહવે સરકારી કામકાજ પોતાની રીતે શરૂ થઇ ગયા છે. આની સાથે જ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકારે અપરાધ પર કાબુ મેળવી લેવા માટે ફરી એકવાર મોટા પાયે એન્કાઉન્ટરનો દોર શરૂ કર્યો છે. યોગીરાજમાં એન્કાઉન્ટરનો દોર જારી રહેતા અપરાધીઓમાં વ્યાપક દહેશત દેખાઇ રહી છે. દરરોજ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અપરાધ પર પ્રભાવી અંકુશ મુકવા માટે સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. ઉત્તરપ્રદેશમાં એસટીએફને ચાર ભાગમાં વિભાજિત કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
યોગી સરકારની અપરાધીઓ માટેની ઠોકો નીતિ પર કામ શરૂ કરવામાં આવી છે. હવે સામાન્ય રીતે દરરોજ ફરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અપરાધીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ રહી છે. હાલમાં જ પ્રતાપગઢમાં એક લાખનુ ઇનામ ધરાવનાર અપરાધીનુ એન્કાઉન્ટર કરી દેવામા આવ્યુ હતુ. દરેક જિલ્લામાં ઇનામી અપરાધીઓને શોધી કાઢવામાં આવ્યા છે. તેમની ધરપકડ કરવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને જાળવી રાખવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે ૧૫ પોલીસ અધિકારીઓને બદલી નાંખવામાં આવ્યા છે.
યોગી સરકાર પોતાની જુની એન્કાઉન્ટર નીતિ પર વધારે મજબુતી સાથે આગળ વધી રહી છે. શુક્રવારના દિવસે બાગપતમાં એક લાખનુ ઇનામ ધરાવનાર અપરાધી સોનુ ઠાકુરને એન્કાઉન્ટરમાં ગોળી વાગી હતી. જ્યારે અન્યત્ર એન્કાઉન્ટર કરીને અપરાધીઓને પકડી પાડવામાં આવી રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે છતાં યોગી સરકાર આ દિશામાં સક્રિય રીતે આગળ વધી રહી છે.