અમદાવાદ : ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પતંગના મામલામાં અમદાવાદનો ઇતિહાસ ખાસ છે. અમદાવાદમાં બે જુદી જુદી રીતે પતંગો ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ જાણકાર લોકોનું કહેવું છે કે ઉત્તરાયણની અસલ મજા શહેરમાં આવેલી પોળોમાં રહે છે. આની વિશેષતા એ છે કે મોટાભાગે એક જ જાતિના લોકો વસવાટ કરે છે અને તેઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે ભેગા મળીને ઉજવણી કરે છે. પોળ શબ્દ એ સંસ્કૃત ભાષાના પ્રતોલી શબ્દ પરથી આવેલો શબ્દ છે અને પોળોનો ઉદ્ભવ ભારતમાં પાટણમાં થયો હતો અને ત્યાંથી જ આ પોળોનો ફેલાવો બીજા અન્ય વિસ્તારોમાં થવા લાગ્યો હતો.
જ્ઞાતિ પ્રમાણે પોલો જાવા મળે છે. જેમ કે સુથારની પોળ, દેસાઈની પોલ, કડિયાની પોળ, ધોબીની પોળ, સોનીની પોળ, માંડવીની પોળ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં લોકોના મકાનોની દિવલ એક હોય છે અને તેઓ એકબીજાના દિલથી પણ ખૂબ જ નજીક હોય છે.પાડોશી-પાડોશી વચ્ચે એક જ કુટુંબ ભાવના જેવો પ્રેમભાવ અને એકતા જાવા મળે છે. દરેક બાબતે તેઓ ભેગા મળે છે અને તમામ તહેવારો માટેની તૈયારીથી લઈ ઉજવણી સુધીની કામગારી સહકુટુંબની જેમ એકતા સાથે ઉજવે છે.
માત્ર રાયપુરમાં ૧૮૦ પોળો આવેલી છે એમાં તળિયાની પોળ, પતાશા પોળ, ઢાળની પોળ એ સૌથી મોટી પોલો છે. આમાં વિવિધ પેટા પોલો પણ આવેલી છે. અહિંયા તહેવારની ઉજવણી માટે બહારથી લોકો આવે છે અને અહિયા એવું કહે છે કે ઘર ભલે પોતાની માલિકીના હોય પણ ઘરપરના છાપરા કોઈની માલિકીના નથી એમાં સવુ સંયુક્ત રીતે હક રાખતા જાવા મળે છે. લોકો ભેગા મળીને પર્વ નીમીતના નાસતા સાથે બનાવે છે અને એક બીજાના દુઃખ-સુખના ભાગીદાર બનીને જીવે છે. પોળોના છાપરાપરનો ઉત્તરાયણનો પતંગઉત્સવ ખૂબ જ અનોકો જાવા મળે છે. અહીં પોલના લોકો ખૂબ જ સદભાવના વાળા, ભાઈચારા અને લાગણીશીલ લોકો જાવા મળે છે. ૮૪ની સાલ પહેલા પતંગ બજાર ટંકશાળમાં ભરાતું હતું પણ ત્યાર બાદથી હાલ સુધી રાયપુરમાં આ બજાર ભરાય છે. અહીંયા સીઝનેબલ વેપાર કરવામાં આવે છે. આમા પોળોમાં રહેતા બાળકો આમા કામકાજ કરે છે અને ૩થી ચાર મહિનાની આજીવીકા આમાથી મેળવી લે છે. ઉત્તરાયણની આવતીકાલે વિશેષ ઉજવણી કરવામાં આવશે.