પતંગ બનાવવામાં માત્ર હાથની બનાવટ હોય છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ઉત્તરાયણની ઉજવણી થવાના મહિનાઓ પહેલા જ પતંગ બજારમાં તેજી આવી જાય છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પતંગ બનાવવામાં આવે છે. દેશના ખૂબ ઓછા શહેરોમાં ઉત્તરાયણના દિવસે અથવા તો મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવામાં આવેછે. અમદાવાદ ઉપરાંત રાજસ્થાનના પાટનગર જયપુરમાં પણ પતંગ ઉડાડવાની પરંપરા વર્ષોથી રહેલી છે.

અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં પતંગો વિશેષરીતે બનાવવામાં આવુ છે. ભારતમાં આના સિવાય ક્યાય પણ પતંગો બનાવવાની કામગીરી વિકસેલી નથી અને આ કારીગરી મશીનરી વગરની છે જેથી આખા વિશ્વમાં વિખ્યાત છે. એક પતંગ તૈયાર થાય ત્યારે ઓછામાં ઓછા ૭થી ૮ વ્યક્તિઓના હાથ નીચેથી પસાર થાય છે. આમાં સંપૂર્ણ હાથની બનાવટ હોય છે.

આના કાચા માલસામાન વિશે જાઈએ તો દિલ્લી, હૈદરાબાદ, મુંબઈ થી જ માત્ર પતંગોનો કાગળ લાવવામાં આવે છે. આ ઉપરાંત પતંગની કમાન અને ઢઢો એ માત્ર ને માત્ર કલકતા અને તુલસીપુરમાં બનાવવામાં આવે છે. આ માટે વપરાતું વાંસ આખા વિશ્વમાં માત્ર આસામમાં થાય છે અને તે કુદરતી રીતે ઉગી નીકળે છે તેની કોઈ ખેતી નથી. આ પહાડી ઉપર થાય છે અને આની ખાસ એક એ બાબત છે કે આ વાંસ પૈસાથી મેળવી શકાતું નથી. પરંતુ વાંસ લેવુ હોત તો તેના બદલે અનાજ પહાડ પર પહોંચતું કરવામાં આવે છે. અને તેના બદલે વાંસ મેલવવામાં આવે છે અને આ વાંસમાંથી કલકતા અને તુલસીપુરમાં આ કમાન ઢઢા બનાવવાં આવે છે. આમા આનો કાચો માલસામાન આમ એકટો કરીને પતંગ બનાવવામાં આવે છે.

અને ત્યારબાદ એક હજારના થપ્પામાં તેને બહાર મોકલવામાં આવે છે. આમાં ઉત્તરાયણના મહિના કે બે મહિના અગાઉ જાહેરાતો વળા પતંગો બનાવવામાં આવે છે. મોટા ભાગે મીડિયમ સાઈઝના પતંગો વધારે પ્રમાણમાં વેચાય છે બાળકોની ખાસ પસંદો ધ્યાનમાં રાખીને છોટાભીમ, બેનટેન, સુપરમેન જેવા કાર્ટુનના ચિત્રણવાળા પતંગોપણ બજારમાં વધારે પ્રમાણમાં જાવા મળે છે. આ ઉપરાંત ચાઈનાના પતંગ, પોણીયા, આખીયા, રોકેટ, ચાંદેદાર, અડધીયા, બાબલાવાળા, વગેરે પતંગો બજારમાં જાવા મળે છે. પહેલાના સમયમાં આવા પતંગોમાં ડીઝાઈન પાછળથી ચીપકાવવાં આવતી હતી પરંતુ આજે આ કામ જ પ્રિન્ટિંગમાં જ કરી દેવામાં આવે છે. જાહેરાતના પતંગો છાપવાના ઓર્ડરો લેવામાં આવે છે આમા આ પતંગ બજાર ૧૨ મહિના ધમધમતું હોય છે.

Share This Article