દેશમાં ચોમાસુ ધીમે-ધીમે જામતુ જાય છે. દેશના પહાડી રાજ્યોમાં હવામાન ખરાબ થવાનું ચાલુ થઇ ગયું છે. કાશ્મીરમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ જ રીતે ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે.
ઉત્તરાખંડના પિથોરાગઢમાં ફાટવાની આ ઘટનાથી સોરાઘાટ હાઇડ્રોપાવર પ્લાંટને નુક્શાન પહોંચ્યું છે. દામી બગડમાં હિમાલયા હાઇડ્રોનો ડેમ તૂટી ગયો છે અને તેમાં રોડ સાથે ત્રણ વાહનો તણાઇ ગયાની ખબર સામે આવી છે. નદીઓ અને નાળા વહી રહ્યા છે અને રસ્તાઓ પણ તૂટી ગયા છે. પરંતુ જાન-માલના નુક્શાનની માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.
હવામાન વિભાગે આ પ્રાંતના ૮ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દીધુ છે. ચોમાસાનું આગમન લોકો માટે રાહત ઓછી અને પરેશાની વધુ બની ગઇ છે. આઈંટીબીપીના સાથે હેલીપેડ જતો રોડ ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે અને મિલટ રૂટમાં ઘાપાની પાસે પહાડ સરકવાથી રોડ બંધ થઇ ગયા છે.