ઉત્તરાખંડ બસ દુર્ઘટના : વધુ બે મૃતદેહને રાત્રે ૧૨ઃ૩૦ વાગે અમદાવાદ લાવવામાં આવ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રવિવારે ઉત્તરાખંડમાં થયેલા અકસ્માતમાં ગુજરાતી યાત્રિકોને લઈને જઈ રહેલી બસ ખીણમાં ખાબકી હતી. બસ ઉત્તરકાશી ગંગોત્રી નજીક નેશનલ હાઈવે પર ગંગનાની નજીક ખીણમાં ખાબકી હતી. જેમા ૭ યાત્રિકોના મોત થયા હતા. તમામ મૃતકોના મૃતદેહને પોતાના વતનમાં લાવવામાં આવ્યા છે. જેમાં વધુ બે મૃતદેહને રાત્રે ૧૨ઃ૩૦ વાગે અમદાવાદ લાવવામાં આવ્યા છે. દક્ષાબેન મહેતા અને ગણપતભાઈ મહેતાના મૃતદેહ ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. જ્યારે ૨ મૃતકના મૃતદેહના અમદાવાદ એરપોર્ટ લવાયા હતા. હવાઈ માર્ગે તમામ મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે.

Share This Article