ઉત્તરાખંડમાં અંતે ફિલ્મ કેદારનાથ ઉપર પ્રતિબંધ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં ફિલ્મ કેદારનાથના પ્રદર્શન ઉપર આખરે પ્રતિબંધ મુકી દીધો છે. પ્રવાસ મંત્રી સતપાલ મહારાજે આજે કહ્યું હતું કે, રાજ્ય સરકારે જિલ્લા અધિકારીઓને શાંતિઅને વ્યવસ્થા જાળવી રાખવા માટેના નિર્દેશ આપ્યા છે. સમગ્ર રાજ્યમાં ફિલ્મ કેદારનાથની રજૂઆત ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. આ પહેલા રાજ્ય સરકારે સતપાલમહારાજના નેતૃત્વમાં એક કમિટિની રચના કરી હતી. આ સમિતિની ભલામણ ઉપર રાજ્ય સરકારદ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

સતપાલ મહારાજે મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કમિટિએ પોતાની ભલામણો મુખ્યમંત્રીને મોકલી દીધી છે. એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા થવી જાઇએ. જિલ્લા અધિકારીઓને કહેવામાંઆવ્યું છે કે, શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાનો મુદ્દોહવે તીવ્ર બની રહ્યો છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે કેદારનાથ ફિલ્મની રજૂઆતને લઇનેહાલમાં તારણો આપ્યા હતા. ફિલ્મમાં સુશાંત અને સારા અલી ખાનની મુખ્ય ભૂમિકા છે. ગઢવાલના સ્વામી દર્શન ભારતી દ્વારા માંગ કરવામાં આવી હતી કે, ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે.

Share This Article