ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં લઠ્ઠાકાંડમાં ૨૦ના મોત થયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હરિદ્વાર : ઉત્તરપ્રેદશ અને ઉત્તરાખંડમાં લટ્ઠાકાંડના કારણે હાહાકાર મચી ગયો છે. આ લઠ્ઠાકાંડમાં હજુ સુધી ૨૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. હરિદ્વારમાં ૧૨ અને સહારનપુરમાં આઠ લોકોના મોત થઇ ગયા છે. મોટી સંખ્યામાં લોકોને અસર થઇ છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. હરિદ્વારના ભગવાનપુરના બાલુપુર ગામમાં ૧૩માંના એક ભોજન કાર્યક્રમ દરમિયાન લઠ્ઠાકાંડનો આ બનાવ બન્યો હતો. આ ગાળા દરમિયાન કેટલાક લોકોએ શરાબનો ઉપયોગ કર્યો હતો. ઉત્તરપ્રદેશના સહારનપુરમાં પણ ઝેરી શરાબના કારણે આઠ લોકોના મોત થઇ ગયા છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા બે દિવસના ગાળામાં ઝેરી શરાબથી સૌથી વધુ લોકોના મોત થયા છે. ૧૩માંના કાર્યક્રમમાં ભોજન બાદ લોકોની તબિયત બગડવા લાગી હતી.

આઠ લોકોના મોત ઉપરાંત ચાર લોકો હજુ હોÂસ્પટલમાં દાખલ છે. ઉત્તરાખંડના આબકારી મંત્રી પ્રકાશ પંતે કહ્યું છે કે, ઘરમાં બનાવવામાં આવેલી કાચી શરાબના કારણે આ ઘટના બની હતી. આમા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ફુડપોઇઝિનિંગનો મામલો છે કે પછી લઠ્ઠાકાંડનો મામલો છે તેમાં તપાસના આદેશો આપવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં સહરાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામ ઉમાહીમાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે આઠ લોકો હજુ પણ ગંભીર હોવાની માહિતી મળી છે. અસરગ્રસ્તોને નજીકની હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસએસપી દિનેશ કુમારે કહ્યું છે કે, પિન્ટુ નામના એક યુવકે શરાબ ખરીદીને તમામ લોકોને આપી હતી. મૃતકના પરિવારના સભ્યોને બે-બે લાખ રૂપિયા આપવાની અને ગંભીરરીતે અસરગ્રસ્ત લોકોને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બુધવારના દિવસે ખુશીનગરમાં ઝેરી શરાબ પીવાથી પાંચના મોત થયા હતા.

Share This Article