નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં સામાન્ય લોકોનુ વિમાની યાત્રા કરવા માટેનુ સપનુ હવે ધીમે ધીમે પૂર્ણ થવાની દિશામાં છે. કારણ કે લાખો નવા વિમાની યાત્રીઓ મળવાની આશામાં ઉત્તરપ્રદેશમાં મોટી સંખ્યામાં વિમાની કંપનીઓ એન્ટ્રી કરી રહી છે. આકર્ષક ઓફર પણ વિમાની કંપનીઓ તરફથી આપવામાં આવી રહી છે. જેના કારણે સામાન્ય લોકોની વિમાની યાત્રા કરવાની ઇચ્છા હવે ઝડપથી પૂર્ણ થઇ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામા આવેલી ઉંડાણ યોજના હેઠળ જેટ એરવેઝે રિઝનલ એર કનેÂક્ટવિટી હેઠળ અલ્હાબાદથી લખનૌ માટેની વિમાની સેવા શરૂ કરી છે.
હવે અલ્હાબાદથી લખનૌમાં યાત્રીઓને વહેલી તકે પહોંચી જવામાં મદદ મળશે. માત્ર એક કલાકની અંદર અલ્હાબાદથી લખનૌ પહોંચી શકાશે. ઉત્તરપ્રદેશની ૨૧ કરોડની વસ્તી અને અહીં ઝડપથી વધી રહેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિમાની યાત્રીઓને ધ્યાનમાં લઇને જોરદાર તૈયારી શરૂ કરવામાં આવી છે. યાત્રીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને કેન્દ્ર અને રાજ્ય સરકારે વિમાની સેવા વધારી દેવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આ જ કારણસર કેટલીક મોટી વિમાની કંપનીઓ પણ ઉત્તરપ્રદેશમાં એન્ટ્રી કરવા માટે તૈયાર દેખાઇ રહી છે.
દેશમાં હાલમાં માત્ર બે ટકા લોકો જ વિમાની યાત્રા કરે છે. ૯૮ ટકા લોક હજુ વિમાની યાત્રાથી વંચિત છે. એટલે કે આવનાર ૧૮-૨૦ વર્ષ જાય ઓફ ફ્લાઇંગના રહી શકે છે. વિમાની કંપનીઓ આનો લાભ લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. યોગી આદિત્યનાથ રાજ્યમાં જુદી જુદી વિકાસ યોજના રજૂ કરી રહ્યા છે. સાથે સાથે અપરાધન ગતિ પર બ્રેક મુકાતા રોકાણ વધવાની સંભાવના દેખાઇ રહી છે.