મેરઠ : ઉત્તર પ્રદેશના મેરઠમાં એક એવી પત્ની છે જેણે પતિ કામ કાજ અર્થે બહારગામ જતો ત્યારે એક વ્યક્તિ સાથે પ્રેમ થયો અને બાદમાં પતિનો જીવ લઈ રહી હતી અને તેની સાથે તેનો એક નવો પ્રેમી પણ હતો એક સમયે પોતાના પતિ સાથે સાત જન્મો સુધી સાથે જીવવાનુ વચન આપ્યુ હતુ, કેવી રીતે પત્નીએ પતિ સાથે દગો કર્યો અને કેવી રીતે પોલીસ ડ્રમમાં દફન આ હત્યાની કહાની બહાર લાવી.
મેરથમાં રહેતી મુસ્કાન સૌરભના પ્રેમમાં પડી ગઈ, તેની સાથે લગ્ન કર્યા પણ પછી તેણે તે જ પ્રેમને ખતમ કરવાનુ ભયાનક કાવતરું રચ્યું. ઘરની અંદર છરીઓ ચાલી, લોહી વહેતું થયું, મૃત શરીરના ટુકડા કરી દેવામાં આવ્યા, તેને પ્લાસ્ટિકના ડ્રમમાં રાખ્યો અને પછી તેના પર સિમેન્ટ નાખી દીધુ, જેથી કોઈને શંકા ન જાય.
ત્યારબાદ મુસ્કાને ઘરને તાળું મારી દીધું અને બધાને કહ્યું કે, તે તેના પતિ સાથે બહાર જઈ રહી છે. પરંતુ ગુનાનું આ રહસ્ય લાંબા સમય સુધી છુપાઈ શક્યું નહીં. કબૂલાત અને પછી પોલીસના આગમન સાથે, ભયાનક રહસ્ય બહાર આવ્યું, જેણે આખા મેરઠને હચમચાવી નાખ્યું.
સૌરભ અને મુસ્કાનના લગ્ન ૨૦૧૬ માં થયા હતા તેઓ પોતાના લગ્ન જીવનમાં ખુશ હતા, તેમની એક સુંદર પુત્રી પણ છે, જે હાલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. સૌરભ મર્ચન્ટ નેવીમાં ઓફિસર હતો અને લાંબા સમય સુધી દરિયામાં રહેવાને કારણે, મુસ્કાન તેની પુત્રી સાથે મેરઠમાં ભાડાના મકાનમાં એકલી રહેતી હતી. બધુ ઠીક ચાલી રહ્યુ હતુ પરંતુ સમયને કઈંક અલગ જ મંજુર હતુ. સમય બદલાયો અને ૨૦૧૯ માં, સાહિલ નામનો વ્યક્તિ મુસ્કાનની જીંદગીમાં આવ્યો, મુસ્કાન જ્યાં રહેતી હતી તે જ વિસ્તારમાં સાહિલ પણ રહેતો હતો. શરૂઆતમાં બંને વચ્ચે સારી મિત્રતા હતી, પરંતુ આ મિત્રતા ધીરે ધીરે ખતરનાક પ્રેમમાં પરિણમી. સાહિલ હવે મુસ્કાનના જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો હતો અને સૌરભની ગેરહાજરીમાં તેના ઘરનો પણ
મુસ્કાનનો જન્મદિવસ ૨૫ ફેબ્રુઆરીએ હતો. તે તેના જન્મદિવસને સ્પેશિયલ બનાવવાની તૈયારી કરી રહી હતી, પરંતુ આ વખતે બીજી એક વાત પણ નક્કી હતી. સૌરભની હત્યા. સૌરભ લંડનથી મેરઠ પાછો ફર્યો હતો, પણ તેને ખબર નહોતી કે આ તેની છેલ્લી યાત્રા હશે. મુસ્કાન અને સાહિલે આ ભયાનક કાવતરાને અંજામ આપવા માટે સાથે મળીને એક પ્લાન બનાવ્યો.
મુસ્કાન અને સાહિલના પ્લાન મુજબ, ૪ માર્ચની રાત્રે, સૌરભ ઘરમાં સૂવા ગયો કે તરત જ મુસ્કાને સાહિલને ઈશારો કર્યો અને ત્યારબાદ સાહિલે પ્લાન અનુસાર, સૌરભ પર છરી વડે હુમલો કરી દીધો. સૌરભ પોતાની બધી તાકાત લગાવી લડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પ્રેમમાં આંધળી થઈ ગયેલી મુસ્કાને તેને બચાવવાનો પ્રયાસ પણ ન કર્યો. તે લાચારીથી જોતો રહ્યો કે કેવી રીતે તેની પત્ની અને તેની પત્નિનો પ્રેમી તેના દુશ્મન બની ગયા છે. થોડી જ ક્ષણોમાં સૌરભનો શ્વાસ થંભી ગયો.
મુસ્કાને પડોશમાં અફવા ફેલાવી કે તે અને સૌરભ હિમાચલ ફરવા જઈ રહ્યા છે. આ પછી તેણે ઘરને તાળું મારી દીધું જેથી કોઈને શંકા ન જાય. આ પછી સાહિલ અને મુસ્કાને સાથે મળીને પ્લાસ્ટિકનો ડ્રમ ખરીદ્યો. તેઓએ સૌરભના શરીરના ટુકડા કરી નાખ્યા અને ડ્રમમાં ભરી દીધા. પછી તેના પર સિમેન્ટ નાખીને તેને એક મજબૂત કબરમાં રૂપાંતરિત કરી દીધી, જેથી કોઈને શંકા ન જાય.
સૌરભની હત્યા પછી, મુસ્કાન અને સાહિલ ત્રણ દિવસ મનાલીમાં રહ્યા. કહેવાય છે કે બંનેએ તેમનું હનીમૂન ત્યાં જ મનાવ્યું હતું. હોટલના રૂમમાંથી, તે સોશિયલ મીડિયા પર એવી રીતે તસવીરો પોસ્ટ કરતી રહી કે જાણે તેના જીવનમાં બધું બરાબર હોય. પણ તેની ખુશી લાંબો સમય ટકી રહેવાની નહોતી.
પ્રેમી સાથે મળીને ગુનો કર્યા બાદ મુસ્કાને વિચાર્યું કે તે તેના ભયાનક કાવતરાને છુપાવી શકશે, પરંતુ એક ભૂલે તેનો પર્દાફાશ કરી દીધો. તેણે આ આખી ઘટના તેની માતાને કહી. કદાચ તેણે વિચાર્યું હશે કે તેની માતા તેને બચાવી લેશે, પણ તેની માતાએ પોલીસને ફોન કર્યો. જ્યારે પોલીસે મુસ્કાનની પૂછપરછ કરી, ત્યારે તે પહેલા ગભરાઈ ગઈ અને પછી એક પછી એક જૂઠાણું બોલવા લાગી. પરંતુ સાહિલની પૂછપરછ થતાં જ તે ભાંગી પડ્યો હતો અને આખી વાતનો પર્દાફાશ કર્યો હતો.
જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને રૂમમાં બંધ ડ્રમ ખોલવાનો પ્રયાસ કર્યો, ત્યારે બે કલાકની કોશિશ પછી પણ તે ખોલી શકાયું નહીં. મજબૂત સિમેન્ટે શબને મજબૂતીથી જકડી લીધો હતો. પોલીસે ડ્રમ કબજે કર્યો અને તેને પોસ્ટમોર્ટમ ગૃહમાં મોકલી દીધો, જ્યાં તેને કાપીને લાશ બહાર કાઢવામાં આવી. આ સમાચાર ફેલાતા જ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ.
મેરઠના એસપી આયુષ વિક્રમ સિંહે જણાવ્યું કે, સૌરભ રાજપૂત ૪ માર્ચના રોજ મેરઠ આવ્યો હતો. ત્યારે જ તેની હત્યા થઈ ગઈ હતી. તેની પત્ની મુસ્કાન અને તેના પ્રેમી સાહિલે મળીને તેની હત્યા કરી અને તેની લાશને ડ્રમમાં છુપાવી દીધી. અમે બંનેની ધરપકડ કરી લીધી છે અને તેમની સામે હત્યા અને ષડયંત્રની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.