ઓસ્ટ્રેલિયાની ટીમે દસ વર્ષના લાંબા ગાળા બાદ ભારતને તેની જ જમીન પર હાર આપીને નવો ઇતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં હાલમાં વિશ્વની સૌથી શક્તિશાળી ટીમને તેના જ ઘરમાં હાર આપીને ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર વર્લ્ડ કપમાં પોતાની દાવેદારી મજબુત કરી છે. ટ્વેન્ટી અને વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતમાં જીત મેળવી છે. ભારત માટે આ હાર એટલા માટે વધારે પિડાદાયક છે કે ઓસ્ટ્રેલિયાએ આ જીત તેના મુખ્ય સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, તેમજ મિશેલ સ્ટાર્ક વગર હાંસલ કરી છે. અલબત્ત આ શ્રેણીમાં પેટ કમિન્સ, ઝંપા અને હેન્ડસકોમ્બની ભૂમિકા નિર્ણાયક રહી છે.
જો કે જીતની આધારશીલા મુકવામાં જેની ભૂમિકા રહી છે તે છે ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજા. ડાબેરી બેટ્સમેને બે સદી સાથે ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધારે ૩૮૩ રન બનાવ્યા છે. એટલામાં ઓછુ હોય તે ખ્વાજાએ પાંચ વન ડે મેચોની શ્રેણીમાં ચાર વખત ૫૦ રન કરતા વધારે રન કર્યા છે. તે વિન્ડીઝના ક્રિસ ગેઇલના રેકોર્ડની પણ બરોબરી કરી ચુક્યો છે. પાકિસ્તાનમાં જન્મેલા ઉસ્માન ખ્વાજા પાંચ વર્ષનો હતો ત્યારે તેના પરિવારના સભ્યો ઓસ્ટ્રેલિયા જતા રહ્યા હતા. અભ્યાસની સાથે સાથે તે તે સ્થાનિક ક્રિકેટમાં ધીમે ધીમે જોડાયો હતો. ન્યુ સાઉથ વેલ્સમાં તે ક્રિકેટમાં શિખવા લાગી ગયો હતો. ઉસીના નામથી લોકપ્રિય ઉસ્માન તારિક ખ્વાજાની કેરિયર વધારે ચમકદાર રહી નથી. ખ્વાજાએ વર્ષ ૨૦૦૮માં ન્યુ સાઉથ વેલ્સની તરફથી રમવાની શરૂઆત કરી હતી. ત્રણ વર્ષ બાદ સિડનીમાં ઇંગ્લેન્ડની સામે એસીઝ શ્રેણીમાં રિકી પોન્ટિગ ઘાયલ થયા બાદ તેને તક આપવામાં આવી હતી. ઉસ્માન ખ્વાજા ઓસ્ટ્રેલિયા તરફથી રમનાર પ્રથમ મુસ્લિમ અને સાતમા વિદેશી ખેલાડી તરીકે બની ગયો હતો. પહેલા મેચમાં નંબર ત્રણ પર તે ૩૭ અને ૨૧ રન કરી શક્યો હતો. પરંતુ તેના ધૈર્ય, ટેકનિક અને સાહસના કારણે તેની પ્રશંસા થઇ હતી. ૩૨ વર્ષીય ઉસ્માન ખ્વાજા આઠ વર્ષની લાંબી કેરિયરમાં ઓછી મેચો રમી છે. તે ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ, વનડે અને ટ્વેન્ટી મેચોમાં રમી ચુક્યો છે.
જો કે ઓસ્ટ્રેલિયા તરફથી તમામ ટીમના ખેલાડીઓ સતત સારો દેખાવ કરતા રહ્યા છે જેથી તેને તક ઓછી મળી છે. ખ્વાજાએ હજુ સુધી ૪૧ ટેસ્ટ મેચોમાં આઠ સદી અને ૧૪ અડધી સદી કરી છે. તેના ટેસ્ટમાં ૨૭૭૫ રન કર્યા છે. આવી જ રીતે ૨૬ વનડે મેચોમાં તેના નામ પર ૯૬૬ રન છે. જેમાં બે સદી અને સાત અડધી સદી સામેલ છે. નવ ટ્વેન્ટી મેચો રમી ચુક્યો છે. જેમાં ૨૪૧ રન કર્યા છે. ખ્વાજાએ વનડે કેરિયરમાં બે સદી ભારતના પ્રવાસમાં જ લગાવી છે. ઇંગ્લેન્ડમાં હવે રમાનાર વર્લ્ડ કપ પહેલા તેના શાનદાર ફોર્મના કારણે ટીમને ચોક્કસપણે રાહત થઇ છે. વર્ષ ૨૦૧૫માં માઇકલ ક્લાર્ક અને ક્રિસ રોજર્સની નિવૃતિ બાદ ન્યુઝીલેન્ડની સામે ઉસ્માનની ટીમમાં વાપસી થઇ હતી. તે થોડાક સમય સુધી ન્યુ સાઉથવેલ્સમાં રહ્યા બાદ ક્વીન્સલેન્ડમાં જાડાઇ ગયો હતો. ઘુટણમાં ઇજાના કારણે તેને છ માસ સુધી ક્રિકેટથી દુર રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાની એ ટીમે ઉસ્માનના નેતૃત્વમાં ભારતનો પ્રવાસ કર્યો હતો. આ ગાળા દરમિયાન ઉસ્માને જારદાર દેખાવ કર્યો હતો. જેના કારણે તમામનુ ધ્યાન તેની તરફ ખેચાયુ હતુ. રોડજ માર્શે આખરે તેને ક્વીન્સલેન્ડના કેપ્ટન તરીકેની જવાબદારી સોંપી દીધી હતી. ઉસ્માન ખ્વાજા અંગે ખુબ ઓછા લોકોને આ અંગેની માહિતી છે કે ખ્વાજાએ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી લેતા પહેલા કોમર્શિયલ પાયલોટનુ લાયસન્સ મેળવી લીધુ છે. પાયલોટ બનવાના ગાળા દરમિયાન ચોક્કસપણે વધારે ધૈર્ય અને હિમ્મતની જરૂર હોય છે. તથા સાથે સાથે તમામ કુશળતા રાખવાની જરૂર હોય છે. ટેકનિકની સાથે એકાગ્રતા પણ જરૂરી બની ગઇ છે.ત તેની આ તમામ કુશળતા તેની બેટિંગમાં નજરે પડે છે.વર્લ્ડ કપ ક્રિકેટમાં પણ તેની આ ભૂમિકા ચાવીરૂપ રહી શકે છે. સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં તે મજબુતી સાથે ઉભર્યો છે.