ભારતમાં સાયકલને ગરીબ માણસનું પરિવહન, ધનવાનોનો શોખ અને વૃદ્ધો માટે સ્વાસ્થ્ય પ્રદાન કરતી પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે. ઉદયન કેર સાયકલિંગ વિશે જાગૃતિ લાવવા માંગે છે કારણ કે તે અનેક રોગો માટે શ્રેષ્ઠ કસરત છે. આપણે ઓટોમોબાઈલના બિનજરૂરી અને અતિશય ઉપયોગથી ઈંધણ બાળી રહ્યા છીએ અને માત્ર એક સાયકલ પરના અમારા મૂળભૂત કાર્યોને ઘટાડીને આપણે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને ઓછું કરીને આ રીતે સ્વચ્છ અને હરિત વાતાવરણમાં મોટો ફાળો આપી શકીએ છીએ. આ હેતુ સાથે 11 ડિસેમ્બરે શહેરના રિવરફ્રન્ટ ખાતેસાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 100 મહિલા સાયક્લિસ્ટ્સે ભાગ લીધો હતો. આ તમામ સહભાગી શાલિનીઓનેઉદયન કેરના માધ્યમથી વિજયભાઈ પટેલ દ્વારા100 રૂપિયા પ્રતિ કિમીના દરે આપી મદદ અને પ્રોત્સાહન આપાવામાં આવ્યું હતુ. સાયક્લોથોન 40 કિમીના ટ્રેકનો છે જે શાહીબાગ સુભાષબ્રિજ રિવરફ્રન્ટથી શરૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વિજય પટેલે જણાવ્યું, “આ સાયક્લોથોનના આયોજન પાછળ ઉદયન કેરનું મિશન તંદુરસ્ત જીવનશૈલી માટે સાયકલિંગને પ્રોત્સાહન આપવા ઉપરાંત, પ્રોત્સાહિત કરવા અને જાગૃતિ વધારવા માટે ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દરેક કિલોમીટર માટે 100 રૂપિયાસાથે સમર્થન આપી વિશાળ સમુદાય સુધી પહોંચવા અને માર્ગદર્શક તરીકે ઉદયન કેર સાથે સંકળાવા માટે પ્રોત્સાહન આપવા માટેનો છે.”
આ પ્રસંગે યુએસએફ અમદાવાદ ચેપ્ટરના કન્વિનર મોનલ શાહે જણાવ્યું,“સારૂં સ્વાસ્થ્ય એ શાંતિપૂર્ણ માનસિકતા અને સુધારણાપૂર્ણ જીવનશૈલી માટે માર્ગ મોકળો કરે છે. આ હેતુ સાથે, શાલિની ઉદયન કેર એક મનોરંજક, ભંડોળ ઊભુ કરવા માટે એકસાથે આવી. 11મી ડિસેમ્બર, રવિવારના રોજ, શાલિની ઉદયન કેરની ટીમના સભ્યોએ “સાયક્લોથોન”નું આયોજન કર્યું હતું. આ વાર્ષિક બાઇક પ્રવાસ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયો હતો. ચાર કલાકની ઇવેન્ટ, ઇવેન્ટનો હેતુ અમારી શાલિનીઓ માટે ભંડોળ એકત્ર કરવાનો હતો અને તે અમારા ઉદયન શાલિની ફેલોશિપ ચેપ્ટર અમદાવાદનો એક ભાગ છે. છોકરીઓની ઉત્સાહિત ભાગીદારીએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને તેમને સ્વાસ્થ્ય અને સારી જીવનશૈલીના મહત્વ વિશે જાગૃત કર્યા હતા.”
આ પ્રસંગે વિજય પટેલે જણાવ્યું, “આ સાયક્લોથોનના આયોજન પાછળ ઉદયન કેરનું મિશન તંદુરસ્ત જીવનશૈલી માટે સાયકલિંગને પ્રોત્સાહન આપવા ઉપરાંત, પ્રોત્સાહિત કરવા અને જાગૃતિ વધારવા માટે ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દરેક કિલોમીટર માટે 100 રૂપિયાસાથે સમર્થન આપી વિશાળ સમુદાય સુધી પહોંચવા અને માર્ગદર્શક તરીકે ઉદયન કેર સાથે સંકળાવા માટે પ્રોત્સાહન આપવા માટેનો છે.”
અમદાવાદ ચેપ્ટરની શરૂઆત વર્ષ 2021માં વિજયભાઈ પટેલના સમર્થનથી કરવામાં આવી હતી. તેઓ યુએસએમાં 60 દિવસ સુધી રોજ 100 કિલોમીટરની ફંડ રેઈઝિંગ સાયકલ ટૂર ચલાવે છે. આધારભૂત 60 શાલિનીઓ સાથે આ વર્ષે અમે ફરીથી 60 શાલિનીઓ ઉમેરી છે અને હાલમાં, અમદાવાદમાં ઉદયન શાલિની ફેલોશિપ પ્રોગ્રામમાં 120 શાલિનીઓ નોંધાયેલી છે. અમારી શાલિનીઓ પહેલાથી જ કચરો અલગ કરવાની ડ્રાઈવ દ્વારા પર્યાવરણ પર કામ કરી રહી છે અને સાયકલિંગને પ્રોત્સાહન આપવું એ એક વધારાની પ્રવૃત્તિ હશે જે સ્વસ્થ જીવન અને સલામત વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત પ્રયાસ કરશે.
ઉદયન કેર એ બાળ અધિકારો માટેની એનજીઓ છે, જેની સ્થાપના 1994માં દિલ્હીમાં થઈ હતી. આ સંસ્થા સંવેદનશીલ બાળકો, મહિલાઓ અને યુવાનોને તેમની બાળ અને યુવા સંભાળ દ્વારા શિક્ષણને સશક્ત બનાવવા માટે કામ કરે છે. સંસ્થામાં ઉદયન ઘર (ચિલ્ડ્રન હોમ), આફ્ટરકેર પ્રોગ્રામ, ઉદયન શાલિની ફેલોશિપ પ્રોગ્રામ. પ્રજ્ઞા (પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ), ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કેન્દ્રો જેવા વિવિઝ પ્રોગ્રામ કાર્યરત છે.
ઉદયન શાલિની ફેલોશિપ તેનું નામ અનુક્રમે બે સંસ્કૃત શબ્દો “ઉદયન” અને “શાલિની” એટલે કે શાશ્વત સૂર્યોદય અને પ્રતિષ્ઠિત સ્ત્રીને જોડવાથી પડ્યું છે. 2002માં માત્ર 72 છોકરીઓ સાથે શરૂ કરીનેઆ કાર્યક્રમ ખૂબ જ વિસ્તર્યો છે.તે ખાતરીબદ્ધ કરવા માટે કે સમર્થનના અભાવને કારણે કોઈ પણ છોકરી શીખવાની ઝંખના સાથે તેના સ્વપ્નને નકારી ન જાય અને 12,000થી વધુ છોકરીઓને સામેલ કરી2022-23 સુધીમાં તે 15 રાજ્યોમાં ફેલાયેલા 31 ચેપ્ટરમાંમાં હાજર છે. 4500થી વધુ છોકરીઓ પહેલેથી જ વિવિધ વિષયો અને વ્યવસાયોમાં સ્નાતક છે અને પ્રતિષ્ઠિત નોકરીઓમાં, કોર્પોરેટમાં, શાળાઓમાં, કોલેજોમાં અને એનજીઓમાં કાર્યરત છે.
આ પ્રોગ્રામમાં પસંદગી પામેલ છોકરીઓને શાલિની તરીકે ઓળખવામાં આવે છે અને તેમને 5 વર્ષ સુધી પાંચ રીતે મદદ કરવામાં આવે છે. જેમાં તેમને શિષ્યવૃત્તિ પૂરી પાડવી, એક સ્વતંત્ર મહિલા બનવા માટે તેમને માર્ગદર્શન આપવા અને આગળ વધવા માટે તેમને માર્ગદર્શકો સાથે જોડવા, તેમના વ્યક્તિત્વને નિખારવા માટે તેમને સોફ્ટ સ્કિલની તાલીમ આપવી, દરેક છોકરી માટે 50 કલાક સામાજિક કાર્ય ફરજિયાત છે, જ્યાં તેઓ સમાજને પરત આપવાનો અનુભવ કરે છે અને સ્નાતક થયા બાદ તેમને ઇન્ટર્નશિપ અને નોકરીની તકો સાથે જોડવાનો સમાવેશ થાય છે.