આજે દુનિયાના કેટલાક વિકસિત દેશોમાં તો ખેતીમાં રોબોટના ઉપયોગની શક્યતા વધી ગઇ છે. જો મોટા ક્ષેત્રમાં કોઇ બિમારી અને જંતુના પ્રકોપ આવે છે તો અમે રોબોટના માધ્યમથી જુદા જુદા પ્રકારની દવાઓની સાથે સાથે સ્પ્રે કરીને તેના પર અંકુશ મેળવી શકીએ છીએ. ચીનમાં તો મોટા પાયે રોબોટ દ્વારા કેટલાક કામ કરવામાં આવી રહ્યા છે. આજે રોબોટના માધ્યમથી ખેતીમાં સ્વચાલિત પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમ કે દવાઓના સ્પ્રે, પાકી ગયેલા ફળોને યોગ્ય સમય પર તોડવા, તેમજ પેકિંગના મામલે રોબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કઠોર સ્થળ, પહાડી ક્ષેત્રોમાં પણ રોબોટોનો પ્રયોગ અસરકારક સાબિત થઇ શકે છે.
તેના ઉપયોગથી સમય અને શક્તિની બચત થાય છે. એટલુ જ નહીં બલ્કે આજે હવામાનની સ્થિતીમાં પણ મોટા પાયે પરિવર્તનની સ્થિતી જાવા મળી રહી છે. ડિજિટલ ટેકનિકનો ઉપયોગ કરીને હવામાની યોગ્ય માહિતી અમે મેળવી શકીએ છીએ. તેના ખતરાને ખુબ હદ સુધી ઓછો કરી શકીએ છીએ. ભારતમાં પણ જ્યાં જરૂર પડે તેવા ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ કરવાની શક્યતાને ચકાસી શકાય છે. જેના કારણે ફાયદો થશે અને સમય પણ બચી જશે.