નવી દિલ્હી : ભારતીય હવાઇ દળે પાકિસ્તાનમાં ઘુસીને ભીષણ હવાઇ હુમલા કરવામાં આવ્યા બાદ નવી નવી વિગત સપાટી પર આવી રહી છે. હવે એવી માહિતી પણ મળી છે કે પાકિસ્તાનને ભ્રમ અને ગેરમાર્ગે દોરી રાખવા માટે ગ્વાલિયર એર બેઝથી વિમાનોએ ઉંડાણ ભરી હતી. ૨૨મી ફેબ્રુઆરીના દિવસે ખેંબરના બાલાકોટ, પોકના મુઝફફરાબાદ અને ચકોટી જેવા ટાર્ગેટ તો નક્કી થઇ ગયા હતા. ત્યારબાદ ટ્રાયલ રન પ્રક્રિયા પણ યોજવામાં આવી હતી. સોમવારની રાત્રે લેજર ગાઇડેડ બોબ ઝીંકવામાં આવ્યા હતા. લેજર ગાઇડેડ બોંબથી સજ્જ મિરાજે ત્યારબાદ ગ્વાલિયરથી ઉંડાણ ભરી હતી. આ પહેલા હિડન , સિરસા અને હિમાચલની તરફ થઇને કાશ્મીરમાં આ વિમાનો પહોંચી ગયા હતા. ત્યાંથી ટર્ન લઇને મિરાજ વિમાનો અંધારાને ચીરીને લક્ષ્ય તરફ વધી ગયા હતા. ત્યાં નીચા સ્તર પર ઉંડાણ ભરીને ત્રાસવાદી કેમ્પોનો સફાયો કરવામાં આવ્યો હતો. ત્રાસવાદી કેમ્પો પર છ પ્રચંડ બોંબ ઝીંકી દેવામાં આવ્યા હતા. મિશન સફળ રીતે પૂર્ણ કરીને ભારતીય હવાઇ દળના વિમાનો એરબેઝમાં પરત ફરી ગયા હતા. મિશન ૩.૪૦ વાગે શરૂ કરવામાં આવ્યુ હત. આશરે ૨૧ મિનિટ સુધી પાકિસ્તાની વિસ્તારોમાં બોંબ વર્ષા થતી રહી હતી.
જાણકાર નિષ્ણાંતોએ કહ્યુ છે કે કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે તમામ તૈયારી રાખવામાં આવી હતી. અર્લી વોર્નિગ જેટ દ્વારા ભટિન્ડાથી ઉંડાણ ભરવામાં આવી હતી. ત્યારબાદ મિડ એર રિફ્યુલિંગ ટેન્કરે આગરાથી ઉંડાણ ભરી હતી. તમામ લોકોને આ માહિતી નથી કે અર્લિ વોર્નિગ જેટ હવામાં રહેલા ખતરાની જાણ કરે છે. તેના મારફતે મિરાજ માટે સેફ પેસેજ નક્કી કરવામાં આવ્યા હતા. હિંડન એરપોર્ટને બેક અપ માટે તૈયાર રાખવાના આદેશ હતા. સુત્રોએ કહ્ય છે કે છ મિરાજ એલઓસી પાર કરી ગયા હતા. જ્યારે અન્ય છ મિરાજ તેમજ કેટલાક સુખોઇ વિમાને બેક અપ માટે અંકુશ રેખા નજીક ઉડાણ ભર્યુ હતુ. હેતુ એ હતો કે કોઇ ખતરો રહેવાની સ્થિતીમાં તેમને પહોંચી વળવામાં આવશે. બોબથી સજ્જ વિમાનો મિશનને અંજામ આપવા માટે તૈયાર બાદ આગળ વધ્યા હતા. મિરાજ એક મલ્ટીરોલ વિમાન છે.
આવી સ્થિતીમાં પાકિસ્તાનના રડારને જામ કરવા માટે પણ મિરાજ સિસ્ટમનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સર્વિલાન્સ માટે હેરોન ડ્રોન પણ સાથે રાખવામાં આવ્યા હતા. મિરાજ વિમાનો ૧૦૦૦ કિલોના લેજર ગાઇડેડ બોંબથી સજ્જ હતા. આ વિમાનોએ ટાર્ગેટ સેટ કરીને ગ્રીન સિંગનલ મળ્યા બાદ બોંબ ઝીંક્યા હતા. પાકિસ્તાનને કોઇ પણ પ્રકારની માહિતી ન મળે તે માટે કેટલાક ખાસ પગલા લેવામાં આવ્યા હતા. એવોક્સ રડાર સિસ્ટમથી સજ્જ વાયુસેનાનુ એક વિમાન ભચિન્ડાથી ઉંડાણ ભરી રહ્યુ તુ. ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા બાદ મિરાજ ૨૦૦૦ની બે સ્કોડ્રોનને તૈયાર રાખવામાં આવી હતી. ગઇકાલે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જોરદાર હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓના તમામ કેમ્પો અને અડ્ડાઓને ફુંકી માર્યા હતા. ભારતીય હવાઇ દળે વહેલી સવારે હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓ અને તેમના આકાઓને તેમની ઓકાત બતાવી હતી અને મિનિટોના ગાળામાં જ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારીને ૩૫૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં તેમના કમાન્ડરો, આકાઓ-આત્મઘાતી બોંબરોનો સમાવેશ થાય છે.