કેટલાંક છાપાઓમાં ખબર છપાઇ છે કે આયુષ્યમાન ભારત – રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંરક્ષણ મિશન હેઠળ લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે.
આ ખબર વાસ્તવિક રીતે ખોટી છે.
સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આધાર અધિનિયમની ધારા ૭ અંતર્ગત આયુષ્યમાન ભારત – રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંરક્ષણ મિશનની પ્રસિદ્ધ સૂચના પ્રમાણે કાર્યરત એંજસીયો લાભાર્થી પાસેથી માત્ર તેની ઓળખાણ માટે આધાર કાર્ડ વિશે પૂછી શકે છે. લાભાર્થીયોની સાચી ઓળખાણના ઉદ્દેશ માટે આધાર કાર્ડનો ઉપયોગ વિશ્વસનીય છે, પરંતુ આ ફરજિયાત નથી. આધાર સંખ્યાના અભાવમાં કોઇને યોજનાનો લાભ આપવાથી નકારવામાં આવશે નહિ.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ પુષ્ટિ કરતાં જણાવ્યું કે તમામ યોગ્ય લાભાર્થીઓને આધાર કાર્ડની સાથે કે તેના સિવાય પણ તમામ સુવિધાઓ આપવામાં આવશે.
સૂચના અનુસાર જો લાભાર્થીની પાસે આધાર કાર્ડ નથી તો ઓળખાણની વૈકલ્પિક વ્યવસ્થાના રૂપમાં તેઓ જે રીતે સૂચનામાં જમાવવામાં આવ્યું છે તેમ શન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, મનરેગા કાર્ડ વગેરે.ને રજૂ કરી શકે છે. આ ઉપરાંત કાર્યરત એજન્સયોને તે લાભાર્થીઓ માટે સુવિધાજનક સ્થાન પર આધાર રજીસ્ટ્રેશન કેન્દ્ર શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે, જેઓ એ અત્યાર સુધી આધાર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી.
લાભાર્થીની ઓળખાણ માટે આયુષ્યમાન ભારત – રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંરક્ષણ મિશનમાં સાફ-સાફ નિર્દેશ આપ્યો છે કે લાભાર્થી પોતાની ઓળખાણ માટે આધાર ક્રમાંક કે તેની ગેરહાજરીમાં રાજ્ય સરકારો દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા અન્ય માન્ય સરકારી ઓળખ કાર્ડ રજૂ કરી છે.